fbpx

પ્રાંતિજ ખાતે અસારવા બેઠકના શ્રી વ્રજેશ્વીરજી (આભૂષણ બાવા)ની પધરામણી

Spread the love

પ્રાંતિજ ખાતે અસારવા બેઠકના શ્રી વ્રજેશ્વીરજી (આભૂષણ બાવા)ની પધરામણી
– પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં આનંદ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો


પ્રાંતિજ ખાતે અસારવા બેઠકના શ્રી વ્રજેશ્વીરજી મહારાજ (આભૂષણ બાવા)ની પધરામણી થતાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં આનંદ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો

શ્રી વ્રજેશ્વીરજી મહારાજે સવારે પ્રાંતિજની શ્રી મદન મોહન લાલજીની હવેલી ખાતે પધરામણી કરી હતી આ પ્રસંગે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને બ્રહ્મસંબંધની દીક્ષા આપવામાં આવી હતી ત્યારબાદ રાજભોગ દર્શન તથા આરતીનો લાભ વૈષ્ણવોએ લીધો હતો આ ઉપરાંત શ્રી વ્રજેશ્વીરજી મહારાજ દ્વારા નીરવભાઈ પરીખ, નરેન્દ્રભાઈ બારોટ તથા વ્રજેશભાઈ ભાવસારના નિવાસસ્થાને પણ પધરામણી કરવામાં આવી હતી બાદમાં શ્રી ઘનશ્યામ લાલજીની હવેલી ખાતે વચનામૃતનો કાર્યક્રમ યોજાયો હતો અહીં હિંડોળાની આરતી કરવામાં આવી હતી શ્રી વ્રજેશ્વીરજી મહારાજે પોતાના સુંદર વચનામૃત અને માર્ગદર્શન દ્વારા વૈષ્ણવોને પુષ્ટિમાર્ગના ઇતિહાસ, પરંપરા તેમજ ધાર્મિક આચરણ અંગે વિસ્તૃત સમજણ આપી હતી તેમના આધ્યાત્મિક માર્ગદર્શનથી ઉપસ્થિત વૈષ્ણવો ભાવવિભોર બન્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું શ્રી વ્રજેશ્વીરજી મહારાજની પધરામણી અને વચનામૃતનો લાભ મેળવી વૈષ્ણવજનોએ ધન્યતા અનુભવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!