fbpx

મૌલવીનો વાહિયાત લવારો, બોલ્યો- ‘મહિલાઓએ પોતાના ઘરો સુધી જ સીમિત રહેવું જોઇએ’

Spread the love

મૌલવીનો વાહિયાત લવારો, બોલ્યો- ‘મહિલાઓએ પોતાના ઘરો સુધી જ સીમિત રહેવું જોઇએ’

કેરળના ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહમદના એક નિવેદને નવી બહેસ છેડી દીધી છે. કોચીમાં આયોજિત ‘હબ્બુલ રસૂલ’ કોન્નફ્રન્સમાં તેણે મહિલાઓના જાહેર જીવનમાં આવવા અંગે ટિપ્પણી કરી હતી, જેના પર હવે સવાલ ઉઠી રહ્યા છે. તેણે કહ્યું હતું કે મહિલાઓએ તેમના ઘરોમાં સીમિત રહેવું જોઈએ અને જાહેર જીવનમાં ન આવવું જોઈએ. તેના મતે કુરાનમાં પણ આવું જ કહેવામાં આવ્યું છે.

NDTVના અહેવાલ મુજબ, કંથાપુરમ એપી અબુબકર મુસલિયાર તરીકે પણ ઓળખાતા શેખ અબુબકર અહમદે પોતાની વાત સમજાવવા માટે સોનાની ચેનનું ઉદાહરણ આપ્યું. તેણે જાણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ દાગીનાની દુકાનમાંથી સોનાની ચેન ખરીદે છે, ત્યારે તેને કબાટ, બોક્સ અને પેકેજિંગમાં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે; ત્યારબાદ જ ગ્રાહકને બતાવવામાં આવે છે.

Aboobacker Musliyar

તેમણે આની તુલના બીજી દુકાનમાં રાખવામાં આવેલી પથ્થરની ઘંટી સાથે કરી, જેને રસ્તાની બાજુમાં રાખવામાં આવે છે અને લોકો તેની પાસેથી પસાર થાય છે. તેનો તર્ક એવો હતો કે જો સોનાની ચેનને રસ્તા પર મૂકવામાં આવે અને દરેક પસાર થનાર તેને સ્પર્શ કરવા લાગો તો તેની સુંદરતા અને કિંમત પ્રભાવિત થશે. આ ઉદાહરણના આધારે, તેણે કહ્યું કે મહિલાઓને જાહેર જીવનથી દૂર રાખવી તેમની ગરિમા અને સલામતી માટે જરૂરી છે.

શેખ અબુબકર અહમદે જણાવ્યું હતું કે મહિલાઓને જાહેર ક્ષેત્રમાં લાવવાથી મોટી તબાહી થઈ શકે છે, તેથી જ ઇસ્લામે મહિલાઓ માટે પડદા વ્યવસ્થા નિર્ધારિત કરી છે. તેણે એમ પણ કહ્યું હતું કે ધાર્મિક વિદ્વાનો છેલ્લા 100 વર્ષથી આ વિચાર અપનાવતા આવ્યા છે, અને મહિલાઓની ગરિમાં જળવાઇ રહી છે.

Aboobacker Musliyar

તેણે કહ્યું કે પોતાના નિવેદન પાછળનો હેતુ મહિલાઓને નીચું બતાવવાનો નહીં પરંતુ તેમના સન્માન અને સલામતી આપવાનો છે. જો કે, મહિલાઓને જાહેર જીવનથી દૂર રાખવાની આવી વ્યાખ્યાને લઇને બહેસ સ્વભાવિક છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મહિલાઓ શિક્ષણ, રોજગાર અને રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે.

રસપ્રદ વાત એ છે કે, આ જ ભાષણમાં શેખ અબુબકર અહમદે ઇસ્લામ દ્વારા મહિલાઓની સારી કરવાની વાત પણ કર. તેણે પ્રી -ઇસ્લામિક આરબમાં બાળકીઓની હત્યાની પ્રથાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ઇસ્લામે તેને પ્રતિબંધિત કરી હતી. તેણે મિલકત અને વારસાના મહિલાઓના અધિકારો વિશે પણ વાત કરી.

Aboobacker Musliyar

ટીકાકારોને જવાબ આપતા તેણે જણાવ્યું કે ધાર્મિક વિદ્વાનોએ ધર્મનો અભ્યાસ કર્યો છે તેથી, તેમને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર અને જવાબદારી બંને છે. તેણે કહ્યું કે તેની સંસ્થા અન્ય ધર્મોના લોકોની બાબતોમાં દખલ કરતી નથી, અને મુસ્લિમ ધાર્મિક વિદ્વાનોને પણ તેમના પોતાના સમુદાયને લાત કરવાનો અધિકાર હોવો જોઈએ.

Leave a Reply

error: Content is protected !!