
વધુ 88.04 ગુણ મેળવીને પ્રથમ ક્રમાંકે પ્રવેશ મેળવ્યો છે. કાયદાના આ વિદ્યાર્થી હવે ખેતી અને ખેડૂતોના અધિકારો અંગે મહત્વનું સંશોધન કરશે.
ગોપાલ ઈટાલિયા ‘ટકાઉ ખેતી અને ખેડૂત કલ્યાણ માટે બંધારણીય માળખું’ વિષય પર પોતાનો મહાશોધનિબંધ (Thesis) તૈયાર કરશે. આ સંશોધનમાં તેઓ ભારત અને વિશ્વના અન્ય દેશોના બંધારણીય માળખાનો તુલનાત્મક અભ્યાસ કરશે.
MLA ગોપાલ ઈટાલિયાના જણાવ્યા મુજબ, આઝાદીના 79 વર્ષ પછી પણ ભારતના બંધારણમાં ખેતી અંગેની જોગવાઈઓ માત્ર માર્ગદર્શિકા સ્વરૂપે જ છે. ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં બંધારણમાં ખેડૂતો માટે કોઈ સ્પષ્ટ અધિકારો નથી. સરકારી કર્મચારીઓ પોતાના બંધારણીય અધિકારોનો દાવો કરી શકે છે, પરંતુ વિવિધ સમસ્યાઓથી પીડાતો ખેડૂત તેમ કરી શકતો નથી, કારણ કે નીતિ-નિયમો રાજ્ય સરકારોની મરજી પર નિર્ભર રહે છે.

તેમણે ઉમેર્યું કે, સંશોધનનો મુખ્ય હેતુ ખેડૂતોને કાયમી બંધારણીય અધિકારો અપાવવાનો છે, જેથી કોઈ પણ પક્ષની સરકાર આવે તો પણ આ અધિકારો આપવા ફરજિયાત બને. Ph.D. પૂર્ણ થયા બાદ તેઓ આ અહેવાલ કેન્દ્ર અને રાજ્ય સરકારને સુપરત કરશે. ઉપરાંત, જનતાના પ્રતિનિધિ તરીકે નેતાઓએ સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ જેથી સમાજને તેનો લાભ મળે.
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યા અનુસાર પરીક્ષા અને ગુણ: ગત 16 ઓગસ્ટે યોજાયેલી પ્રવેશ પરીક્ષામાં 91 વિદ્યાર્થીઓ બેઠા હતા. 31 ઓગસ્ટે જાહેર થયેલા પરિણામમાં ગોપાલ ઈટાલિયાએ લેખિતમાં 86 માર્ક મેળવ્યા હતા, જેના 70% વેટેજ ગણવામાં આવ્યું હતું.
- ઇન્ટરવ્યુ/વાયવા: કાયદા વિભાગના ચેરમેન અને બે નિષ્ણાતોની DRC (ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટી) સમક્ષ પ્રોપોઝલ ચકાસી વાયવા લેવાયો હતો.
- આખરી પરિણામ: લેખિત અને મૌખિક વાયવાના આધારે કુલ 2 સીટો પર ઈટાલિયા પ્રથમ ક્રમે અને એક વિદ્યાર્થિની બીજા ક્રમે પસંદગી પામ્યા હતા.
- સામાન્ય સમાનતા: ઈટાલિયા ધારાસભ્ય હોવા છતાં કોઈ જ સિક્યોરિટી કે વિશેષ પ્રોટોકોલ વગર સામાન્ય વિદ્યાર્થીની જેમ આવ્યા હતા. અન્ય ઉમેદવારોની જેમ જ તેમની રસીદ અને આઈડી પ્રૂફ ચકાસવામાં આવ્યા હતા.
હવે તેઓ એક મહિનાનું કોર્સ વર્ક પૂર્ણ કરશે અને આગામી 3 વર્ષમાં મહાશોધનિબંધ તૈયાર કરશે. પ્લેગેરીઝમ (સાહિત્યિક ચોરી) ની ચકાસણી, બહારની યુનિવર્સિટીના એક્સપર્ટ્સનું મૂલ્યાંકન અને ફાઈનલ વાયવા બાદ તેમને ડિગ્રી એનાયત કરાશે.

ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ અમલમાં હોવા છતાં રાજ્યની યુનિવર્સિટીઓમાં એકસમાન નિયમોનો અભાવ જોવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની કેટલીક યુનિવર્સિટીઓમાં UGC રેગ્યુલેશનના નામે Ph.D. પ્રવેશ પરીક્ષાઓ બંધ કરીને માત્ર NET પાસ ઉમેદવારોને જ પ્રવેશ અપાતો હોવાથી સામાન્ય વિદ્યાર્થીઓ વંચિત રહી જાય છે. બીજી તરફ, પૂર્વ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા (VNSGU, સુરત) અને હવે ગોપાલ ઈટાલિયા જેવા રાજકીય નેતાઓ પ્રવેશ પરીક્ષા આપીને Ph.D. કરી રહ્યા છે.