fbpx

પ્રાંતિજના લીમલા મર્ડર કેસમાં પ્રેમિકાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

Spread the love

લીમલા મર્ડર કેસમાં પ્રેમિકાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
પ્રાંતિજના લીમલા મર્ડર કેસમાં પ્રેમિકાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
પ્રેમી યોગેશજી ઠાકોર હજુ પોલીસ પકડથી દૂર, શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા તળાવ નજીક કારમાંથી બાલવા (ઉનાવા), તા માણસા, જિલ્લા ગાંધીનગરના ભરતભાઈ કાન્તીભાઈ ચૌધરીનો મૃતદેહ મળી આવવાના ચકચારી મર્ડર કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપી પ્રેમિકા ભાવના ઠાકોરને ઝડપી પાડી હતી જ્યારે આ સમગ્ર હત્યા કાવતરામાં સંડોવાયેલો તેનો પ્રેમી યોગેશજી ઠાકોર હજુ પોલીસ પકડથી દૂર છે


પ્રાંતિજ પોલીસ, જિલ્લા એલસીબી અને એસઓજી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપી યોગેશજી ઠાકોરને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં શોધખોળ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા આરોપીની હિલચાલ તેમજ સંભવિત સ્થળો અંગે તપાસ કરવામાં આવી રહી છેપોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું હતું કે મૃતક ભરતભાઈ પાસેથી રૂ ૬ લાખ પરત ન કરવા પડે તે માટે પ્રેમી અને પ્રેમિકા દ્વારા મળી હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી હત્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી પ્રેમિકા ભાવના ઠાકોરને ઝડપી પાડી હતી દરમિયાન પ્રાંતિજ પોલીસે આરોપી ભાવના ઠાકોરને પ્રાંતિજ કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ પૂછપરછ તથા તપાસ માટે રિમાન્ડની માંગ કરી હતી કોર્ટ દ્વારા આરોપી ભાવના ઠાકોરના તા ૮/૯/૨૦૨૬ના સાંજે ૫ વાગ્યા સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છેરિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા હત્યાના કાવતરામાં અન્ય કોઈની ભૂમિકા હતી કે કેમ, હત્યાનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ તેમજ ફરાર આરોપી યોગેશજી ઠાકોર અંગે મહત્વની વિગતો મેળવવા માટે પૂછપરછ હાથ ધરવામાં આવશેઆ ઉપરાંત પોલીસે મૃતક ભરતભાઈ ચૌધરીના શરીર પર પહેરેલા દાગીના કાયદેસરની કાર્યવાહી બાદ તેમના પરિવારજનોને સોંપ્યા હતા હત્યાની ઘટનાને લઈને પોલીસ દ્વારા IIFL બેંક પાસેથી પણ માહિતી માંગવામાં આવી હોવાનું જાણવા મળે છેહવે પોલીસની નજર મુખ્ય આરોપી ગણાતા યોગેશજી ઠાકોરને ઝડપી પાડવા પર છે પ્રાંતિજ પોલીસ, જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમો દ્વારા ફરાર આરોપીની શોધખોળ તેજ કરવામાં આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!