
ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 230 પોઈન્ટ અથવા 1% ઘટીને 23,255 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે BSE સેન્સેક્સ 0.87% અથવા 637 પોઈન્ટ ઘટીને 74,265.32 પર આવી ચૂક્યો છે. તમામ સૂચકાંકો પર દબાણ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને મેટલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી છે.
BSEના ટોચના 30 શેરોમાંથી માત્ર 8 શેરો સામાન્ય તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બાકીના 22 શેરો ભારે ઘટાડા પર છે. બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા સ્ટીલના શેરોમાં 2%થી વધુનો ઘટાડો નોંધાયો છે. તો L&T, HDFC બેંક અને રિલાયન્સ જેવા દિગ્ગજ શેરોમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે.

શેરબજાર પરના ભારે દબાણને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹483 લાખ કરોડથી ₹5 લાખ કરોડ ઘટીને ₹478 લાખ કરોડ પર આવી ચૂક્યું છે. આ ઉપરાંત, BSE પર લિસ્ટેડ 120 શેરોમાં આજે ‘લોઅર સર્કિટ’ લાગ્યું છે, જ્યારે 70 શેરો ‘અપર સર્કિટ’ પર કામકાજ કરી રહ્યા છે. 117 શેરો 52 સપ્તાહના નીચલા સ્તર પર છે અને 68 શેરો 52 સપ્તાહના ઉપલા સ્તરે છે. કુલ 3365 શેરોમાંથી 809 શેરો તેજી સાથે કામ કરી રહ્યો હતો અને 2376 શેરો ઘટાડા સાથે ટ્રેડ થયા હતા, જ્યારે 180 શેર અનચેન્જ હતા.
શેર બજારમાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો?
શેર બજારમાં ભારે ઘટાડાનું સૌથી ખાસ કારણ બ્રેન્ટ ક્રૂડ ઓઈલ છે, જેની કિંમત હવે વૈશ્વિક બજારમાં પ્રતિ બેરલ 108 ડોલર સુધી પહોંચી ચૂકી છે.
અમેરિકામાં મોંઘવારીના મજબૂત આંકડાઓ આવ્યા છે, જેથી ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં વધારાની અપેક્ષાઓ અને વધુ મજબૂત બનાવી છે.
વિદેશી રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી છે. 10 સપ્ટેમ્બરના રોજ વિદેશી રોકાણકારોએ ₹438 કરોડના ભારતીય શેરો વેચ્યા હતા; જોકે, ઘરેલૂ રોકાણકારોએ ₹1026 કરોડના શેરોની ખરીદ્યા છે.

હિન્દુસ્તાન કોપર 4%ના ઘટાડા સાથે ₹508 પર ટ્રેડ થઈ રહ્યા છે. હિન્દુસ્તાન ઝિંકના શેરોમાં પણ 4%નો ઘટાડો થયો છે, જ્યારે લોઢા ડેવલપર્સના શેરોમાં 5%નો ઘટાડો નોંધાયો છે. કોચીન શિપયાર્ડ અને ગોદરેજ પ્રોપર્ટીઝના શેરમાં દરેકમાં 6%નો ઘટાડો થયો છે અને NACLના શેરમાં 4%નો ઘટાડો નોંધાયો છે. ડિક્સન ટેકના શેરમાં 3%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે મુથૂટ ફાઇનાન્સના શેરમાં લગભગ 4%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.