fbpx

પતિ જ કરી રહ્યો હતો પત્નીની અદલા-બદલી માટે દબાણ, પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દેરાણી બોલી- ‘આધુનિક સમયમાં વાઇફ સ્વેપિંગ કોમન બાબત છે’

Spread the love

પતિ જ કરી રહ્યો હતો પત્નીની અદલા-બદલી માટે દબાણ, પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દેરાણી બોલી- ‘આધુનિક સમયમાં વાઇફ સ્વેપિંગ કોમન બાબત છે’

સુરત જેવા શહેરમાં આજકાલ વાઇફ સ્વેપિંગનું દુષણ વધ્યું છે, ઉત્રાણ વિસ્તારમાંથી પરિણીતા પર પતિ દ્વારા વાઇફ સ્વેપિંગ માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે લાંબી રસાકસી બાદ આખરે પરિણીતાએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો છે.

katargam-police-station1

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા સંદીપ સાથે થયા હતા. લગ્નજીવનની શરૂઆત બાદ તેમને 4 વર્ષનો એક પુત્ર પણ છે. જોકે, લગ્નનાં થોડા જ સમય બાદ પરિણીતાને જાણ થઈ હતી કે તેનો પતિ સંદીપ ચારિત્ર્યહીન છે અને તેના એક-બે નહીં પરંતુ 5-6 જેટલી અલગ-અલગ યુવતીઓ સાથે અનૈતિક સંબંધો છે. આ બાબતની જાણ થતાં જ ઘરમાં અવારનવાર કંકાસ શરૂ થયો હતો. દરમિયાન, પરિણીતાના હાથે પતિ સંદીપના કેટલાક આપત્તિજનક વીડિયો પણ લાગી ગયા હતા, જેને લઈને વિવાદ વધુ વકર્યો હતો.

katargam-police-station

પતિના અનૈતિક સંબંધોનો વિરોધ કરવાને બદલે સંદીપે પોતાની તમામ હદો વટાવી દીધી હતી અને પત્ની પર વાઇફ સ્વેપિંગ માટે અકુદરતી સંબંધ બાંધવો અને અમાનવીય દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પતિના મોઢેથી આવી ગંદી ઓફર સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયેલી પરિણીતાએ તેનો ભારે વિરોધ કર્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિ સંદીપે તેને માર માર્યો હતો. આ સમગ્ર અત્યાચાર અંગે પરિણીતાએ પોતાના સાસુ, સાસરા અને દેરાણીને પણ જાણ કરી હતી અને ન્યાયની આશા રાખી હતી. પરંતુ, આશ્ચર્યજનક રીતે દેરાણીએ પોતાના જેઠનો પક્ષ લઈને એવું નિવેદન આપ્યું હતું કે આધુનિક સમયમાં આવી પાર્ટીઓ અને વાઇફ સ્વેપિંગ હવે કોમન બાબત છે, અને વાતને ટાળી દીધી હતી.

wife-swapping

સંબંધોની તમામ મર્યાદાઓ અને ગરિમાને લજવનારી આ ઘટનાથી કંટાળીને આખરે પરિણીતાએ લગ્નના દોઢ વર્ષ જેવા લાંબા સમય બાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના પતિ સહિત કુલ 5 જેટલા લોકો વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતા દ્વારા કરવામાં આવેલા આ ગંભીર આક્ષેપો અને ફરિયાદના આધારે કતારગામ પોલીસે ગુનો નોંધીને આગળની સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

error: Content is protected !!