સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ધિરાણ માટે એક નવી સિસ્ટમ વિકસાવી રહી છે. આ સિસ્ટમ હેઠળ, UPI ટ્રાન્ઝેક્શન ડેટાના આધારે લોન પાત્રતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. SBIના વરિષ્ઠ અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની કુમાર તિવારીએ આ માહિતી આપી. ચાલો તેના વિશે તમને વધુ વિગતે માહિતી આપી દઈએ…

આ લોન સુવિધા નાના વ્યવસાયોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે. અશ્વિની કુમાર તિવારીએ જણાવ્યું કે જો નાના વ્યવસાયનું નિયમિત વેચાણ થઇ રહ્યું હોય અને ચુકવણી UPI દ્વારા કરવામાં આવે, તો આ ડિજિટલ વ્યવહારોનો ઉપયોગ વ્યવસાયના વેચાણના સૂચક તરીકે થઈ શકે છે. SBI GST નોંધણી વિના વ્યવસાયોની લોન પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે એક નવો UPI-આધારિત ઉકેલ વિકસાવી રહી છે.

તિવારીએ જણાવ્યું હતું કે, બેંકે GST હેઠળ નોંધાયેલા વ્યવસાયોને લોન આપવાના પડકારનો ઉકેલ લાવ્યું છે અને આવા કિસ્સાઓમાં 10 મિનિટની અંદર લોનનું વિતરણ કરવામાં સક્ષમ છે. અહીં તમને બતાવી દઈએ કે, છેલ્લા 18 મહિનામાં, બેંકે GST અને PAN ડેટાનો ઉપયોગ કરીને રૂ. 1 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું છે. જો કે, GST નંબર ન ધરાવતા વ્યવસાયોમાં મુશ્કેલીઓ છે, જેના કારણે વૈકલ્પિક ડેટા મહત્વપૂર્ણ બને છે.

UPI ચુકવણીના મુદ્દા અંગે, તિવારીએ કહ્યું કે, ધિરાણ આપતી બેંક પાસે હંમેશા પૈસા ક્યાં જઈ રહ્યા છે તે અંગે સ્પષ્ટ માહિતી હોતી નથી. જોકે, પ્રાપ્ત કરનાર બેંક અને વ્યવહારને સરળ બનાવતી તૃતીય-પક્ષ ચુકવણી એપ્લિકેશન પાસે આ માહિતી હોય છે. તેમણે ઉમેર્યું કે ગ્રાહકની સંમતિથી, બેંક UPI ચુકવણીઓ અને ટેલિકોમ કંપનીઓના ડેટા જેવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરતા મોડેલ દ્વારા લોન પાત્રતાનું મૂલ્યાંકન કરી શકે છે. તિવારીએ કહ્યું કે, SBI નવા ડેટાના આધારે નાના વ્યવસાયોને લોન ઉપલબ્ધ કરાવવાની આશા રાખે છે. આ નાના વ્યવસાયો દ્વારા સામનો કરવામાં આવતા ક્રેડિટ-સંબંધિત પડકારોને દૂર કરવામાં મદદ કરશે.

જો આ સિસ્ટમ સફળ થાય, તો નાના દુકાનદારો, વેપારીઓ અને અન્ય નાના વ્યવસાયો જેમની પાસે GST નોંધણી નથી તેમને બેંકોમાંથી લોન મેળવવાનું સરળ બનાવી શકે છે. આનો સૌથી વધુ ફાયદો એવા વ્યવસાયીઓને થઈ શકે છે, જેમનો વ્યવસાય નિયમિત છે અને જેમનો UPI દ્વારા ડિજિટલ ચુકવણીનો સારો રેકોર્ડ છે.