fbpx

બેંગલુરુની 90 હોસ્પિટલ્સમાં કેન્સરની નકલી દવાઓનું કૌભાંડ પકડાયું, દવા ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો 

Spread the love

બેંગલુરુની 90 હોસ્પિટલ્સમાં કેન્સરની નકલી દવાઓનું કૌભાંડ પકડાયું, દવા ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો 

બેંગલુરુ પોલીસ અને ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં 90થી વધુ હોસ્પિટલો અને ક્લિનિક્સ શંકાના દાયરામાં આવ્યા છે, જ્યાં કેન્સર અને અન્ય જીવન રક્ષક નકલી દવાઓનું ઊંચા ડિસ્કાઉન્ટ પર વેચાણ કરવામાં આવતું હતું. આ ગંભીર કૌભાંડ દર્દીઓના જીવન સાથે ચેડાં સમાન છે.

નકલી દવાઓના કૌભાંડથી બચવા અને સારવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, એક કેન્સર ફિઝિશિયન (ઓન્કોલોજિસ્ટ) તરીકે દર્દીઓ અને તેમના પરિવારોને આ મહત્વપૂર્ણ સલાહ છે:
 
1. અધિકૃત ફાર્મસીઓ પર જ વિશ્વાસ કરો

– દવાઓ માત્ર હોસ્પિટલની અંદર આવેલી કેબિન અથવા સરકાર માન્ય પ્રતિષ્ઠિત અને લાયસન્સ ધરાવતી ફાર્મસીમાંથી જ ખરીદો. અજાણી ઓનલાઈન વેબસાઈટ્સ કે બિનઅધિકૃત લોકલ ડીલર્સ પાસેથી કેન્સરની લાઈફ-સેવિંગ દવાઓ લેવાનું સખત રીતે ટાળો.

2. અસાધારણ ડિસ્કાઉન્ટથી સાવધ રહો

 કેન્સરની અસલી અને મોંઘી દવાઓ પર જો કોઈ ફાર્મસી કે ક્લિનિક 40 થી 50 જેવું મોટું અને અસાધારણ ડિસ્કાઉન્ટ આપતું હોય, તો તરત જ સાવધ થઈ જાવ. કિંમતમાં બહુ મોટો તફાવત એ નકલી દવાનો સંકેત હોઈ શકે છે.

02

3. પેકેજિંગ અને કિંમતની ચકાસણી કરો

 દવાનું બોક્સ કે વાઈલ (Vial) ખરીદતી વખતે તેના પરનું સ્પેલિંગ, લોગો, કલર અને હોલોગ્રામ બરાબર તપાસો. તેના પર લખેલી કિંમત (MRP), મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ ધ્યાનથી જુઓ. જો પ્રિન્ટ ઝાંખી કે શંકાસ્પદ લાગે, તો દવા ન લો.

4. હંમેશા પાકું બિલ (GST Bill) માંગો

 દવા ખરીદતી વખતે બેચ નંબર (Batch Number) અને એક્સપાયરી ડેટ સાથેનું પાકું કમ્પ્યુટરાઈઝ્ડ બિલ અચૂક મેળવો. બિલ ન આપવું અથવા કાચું બિલ આપવું એ ગેરરીતિની નિશાની હોઈ શકે છે.

5. તમારા ઓન્કોલોજિસ્ટ (ડોક્ટર) સાથે ખુલીને વાત કરો

 જો તમને દવાની અસરકારકતા, તેની કિંમત કે પેકેજિંગ પર સહેજ પણ શંકા જાય, તો તમારા કેન્સરના ડોક્ટર અથવા હોસ્પિટલના મુખ્ય ફાર્માસિસ્ટને તેની જાણ કરો.  જો કોઈ દવા લીધા પછી શરીરમાં કોઈ અસામાન્ય કે અણધાર્યા આડઅસર (Side effects) દેખાય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

Leave a Reply

error: Content is protected !!