fbpx

તલોદના વકતાપુર ખાતે ધારાસભ્યના નિવાસસ્થાને ‘જય સીયારામ વિસામા’નો મંગલ પ્રારંભ

Spread the love

– સત્યનારાયણ કથા , મહાઆરતી અને સ્વામિનારાયણ સત્સંગ સાથે છઠ્ઠા વર્ષના સેવા કેમ્પનો શુભારંભ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વકતાપુર ગામે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના નિવાસસ્થાને અંબાજી પગપાળા જઈ રહેલા પદયાત્રીઓની સેવા માટે ‘જય સીયારામ વિસામા’નો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો સત્યનારાયણ ભગવાનની કથા, મહાઆરતી અને સ્વામિનારાયણ સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે વિસામો પદયાત્રીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો

છેલ્લા પાંચ વર્ષથી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા પ્રાંતિજ-તલોદ વિસ્તારની સેવા સાથે અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ‘જય સીયારામ વિસામો’ તથા સંકલ્પ સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા વર્ષનો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે માનવસેવા એ જ પ્રભુ સેવા ના સંકલ્પને સાકાર કરતા આ વિસામામાં પદયાત્રીઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે પદયાત્રીઓ માટે ૨૪ કલાક સેવા સુવિધા સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ૨૪ કલાક ચા-નાસ્તો, બે સમયનું ભોજન, ગરમ પાણી, આરોગ્ય સેવા તથા રાત્રિ રોકાણ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.લાંબી પગપાળા યાત્રા દરમિયાન થાકેલા પદયાત્રીઓને આરામ અને જરૂરી સહાય મળી રહે તે માટે કેમ્પમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે પદયાત્રીઓ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે

ભવ્ય ધાર્મિક કાર્યક્રમો સાથે શુભારંભ ‘જય સીયારામ વિસામા’ના ઓપનિંગ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા, મહાઆરતી અને સ્વામિનારાયણ સત્સંગ યોજાયો હતો ધાર્મિક વાતાવરણ વચ્ચે વિસામાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો સેવા કાર્યમાં ગામજનો, આગેવાનો, મિત્રો તથા કાર્યકરોનો સાથ-સહકાર મળી રહ્યો છે આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખો સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો તથા મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ સેવા કેમ્પના આયોજનને બિરદાવ્યું હતું અંબાજી પદયાત્રીઓની સેવા માટે શરૂ કરાયેલ આ વિસામો આગામી દિવસોમાં પણ પદયાત્રીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!