fbpx

પ્રાંતિજ ના સાદોલીયા ગામની સીમમાંથી રૂ.૧૬.૨૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Spread the love

પ્રાંતિજ ના સાદોલીયા ગામની સીમમાંથી રૂ.૧૬.૨૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બે વાહનોમાંથી ૪૧ પેટી દારૂ મળી આવ્યો, ચાલક સહિત છ સામે ગુનો નોંધાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાદોલીયા ગામની સીમમાં એલ.સી.બી. પોલીસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસને જોઈ દારૂ ભરેલી બે કાર મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસે કુલ રૂ.૧૬,૨૧,૧૮૭નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે

પ્રાપ્ત વિગતો મુજબ, હિંમતનગર એલ.સી.બી. પોલીસની ટીમે સાદોલીયા ગામની સીમમાં અનોડીયા તરફ જતા રોડ પર વાઘપુર બીટ વિસ્તારમાં તા.૧૫ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે ૩.૧૫થી ૫.૪૫ દરમિયાન નાકાબંધી અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન મારુતિ સ્વિફ્ટ કાર નં. GJ-09-BJ-6685 તથા હ્યુન્ડાઈ ક્રેટા કાર નં. GJ-09-BE-9700 શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી પોલીસે બંને વાહનોની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૧ પેટી મળી આવી હતી. જેમાં કુલ ૧,૩૧૬ નાની-મોટી બોટલ તથા ટીન મળી આવ્યા હતા. દારૂનો કુલ જથ્થો ૬૧૫.૫ લિટર હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે દારૂની કિંમત રૂ.૫,૨૧,૧૮૭ આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા કારની કિંમત રૂ.૮ લાખ તથા મારુતિ સ્વિફ્ટ કારની કિંમત રૂ.૩ લાખ ગણી કુલ રૂ.૧૬,૨૧,૧૮૭નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ ફરિયાદ મુજબ, સ્વિફ્ટ કારના ચાલક અજયકુમાર નિદ્રાસભાઈ ભગોરા, રહે. નોખી, તા.હિંમતનગર, તથા તેની બાજુમાં બેઠેલા અજાણ્યા ઈસમ સહિત ક્રેટા કારના ચાલક અને તેની બાજુમાં બેઠેલા અજાણ્યા ઈસમો સામે દારૂના ગેરકાયદેસર વહન અને એકબીજાની મદદગારીના આક્ષેપસર ગુનો નોંધાયો છેઆ ઉપરાંત દારૂ ભરી આપનાર ઠેકાના સંચાલક તથા દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમને પણ ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે પોલીસ નાકાબંધી દરમિયાન બંને વાહનો મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ સમગ્ર મામલે એલ.સી.બી. હિંમતનગરના અ.હેડ.કોન્સ્ટેબલ ચિરાગકુમાર ભીખાભાઈએ ફરિયાદ નોંધાવી છે ગુનાની આગળની તપાસ પો.સબ.ઇન્સ્પેક્ટર આર.કે.જોષી, એલ.સી.બી. હિંમતનગરને સોંપવામાં આવી છે પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ સહિત દારૂના જથ્થાના સ્ત્રોત અને સપ્લાય ચેઇન અંગે તપાસ હાથ ધરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!