પ્રાંતિજ ના કરોલ ચાર રસ્તા નજીક ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે ભાઈઓના મોત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના કરોલ ચાર રસ્તાથી સદાના મુવાડા ગામ તરફ જવાના માર્ગ પર ડમ્પર ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બે ભાઈઓને ગંભીર ઇજાઓ થતાં બંનેના મોત નીપજ્યા હતા આ બનાવ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે
મળતી માહિતી મુજબ, તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કરોલ ચાર રસ્તાથી સદાના મુવાડા ગામ તરફ જવાના રોડ પર ડમ્પર ટ્રક નંબર જીજે ૦૨ એક્સએક્સ ૯૬૧૮ના ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી લાવી મોટરસાયકલ નંબર જીજે ૦૯ સીએમ ૮૭૦૯ને સામેથી ટક્કર મારી હતી મોટરસાયકલ પર સવાર વનરાજસિંહ કરણસિંહ મકવાણા અને તેમની પાછળ બેઠેલા ભુપતસંગ લક્ષ્મણસિંહ મકવાણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતમાં બંને ભાઈઓના મોત નીપજ્યા હતા બનાવ અંગે કરોલ હઠીસિંહ વાસના પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ મકવાણાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આઇપીસીકલમ ૨૮૧, ૧૦૬(૧) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અકસ્મતમાં બે ભાઈઓના મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો ડમ્પર ચાલકની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે પોલીસ તપાસ ચાલી રહી છે