અંબાજી પગપાળા જતા યાત્રાળુઓ માટે વકતાપુર ખાતે ‘જય સીયારામ વિસામો’ કેમ્પનું આયોજન
આવતીકાલે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે વિસામા કેમ્પનો પ્રારંભ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના માદરે વતન વકતાપુર ખાતે અંબાજી પગપાળા જતા યાત્રાળુઓ માટે ‘જય સીયારામ વિસામો’ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

જય સીયારામ વિસામો તથા સંકલ્પ સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કેમ્પમાં યાત્રાળુઓ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આવતી કાલે બુધવાર, તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૯:૩૦ કલાકથી વિસામા કેમ્પનો પ્રારંભ થશે પ્રારંભ પ્રસંગે સત્યનારાયણ કથા તથા સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સવારે વૃક્ષારોપણ કાર્યક્રમ તથા રાત્રે ૮ કલાકે ૩૦૦૦ દીવાની મહાઆરતી યોજાશે ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીમાં તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ શુક્રવારે ધૂન, તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ રવિવારે રાત્રે ૮ કલાકે રામદેવપીર મહારાજનો પાઠ અને તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ સોમવારે રાત્રે ૮ કલાકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજી પગપાળા જતા યાત્રાળુઓને વિસામા કેમ્પનો લાભ લેવા માટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કેમ્પમાં ધાર્મિક વાતાવરણ સાથે યાત્રાળુઓને સેવા અને સહયોગ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે