
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમં જાહેરાત કરી કે, 2029 લોકસભાની ચૂંટણી પહેલા દેશના NDA શાસિત તમામ 21 રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગૂ કરી દેવામાં આવશે. આ પછી NDAના સાથી પક્ષોમાં UCC વિશે ચર્ચા શરૂ થઇ છે. ભાજપનું તો સંપૂર્ણ સમર્થન છે. ઉપરાંત TDP. શિવસેવા શિંદે, હિંદુસ્તાન આવામ મોર્ચાએ તો ખુલ્લેઆમ સમર્થન જાહેર કરી દીધું છે.
જો કે નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ કહ્યું છે કે, કેન્દ્રમાં અમારુ સમર્થન પણ બિહારમાં UCC લાગૂ ન કરી શકાય. જો કે જેડીયુના નેતાઓએ એમ પણ કહ્યુ કે, તેઓ અમિત શાહ સાથે મુલાકાત કરશે. અન્ય પાર્ટીઓ હજુ સાવધાની રાખી છે કે ડ્રાફટ રિપોર્ટ આવી જાય પછી કહીશું.