અંબાજી ધામે માનતા પૂર્ણ કરવા ૩૦ વર્ષથી સંઘની અવિરત યાત્રા
‘એ બોલ આરાસુરની શેરીઓ’ના ગુંજાર સાથે અંબાજી તરફ સંઘની પદયાત્રા
‘એ બોલ આરાસુરની શેરીઓ છેરી રે, માતાજી વાઘે ચડીને વહેલા આવજો…’ જેવા માતાજીના ભક્તિભાવથી ભરપૂર ગરબાના ગુંજાર સાથે અંબાજી ધામ તરફ સંઘ દ્વારા પદયાત્રા શરૂ કરવામાં આવી છે

છેલ્લા ૩૦ વર્ષથી આ સંઘ અવિરતપણે અંબાજી ધામે જઈ માતાજીના દર્શન કરી માનતા પૂર્ણ કરે છે. સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માથે માંડવડી લઈને, માતાજીના રથ સાથે ભક્તિભાવપૂર્વક અંબાજી તરફ પ્રયાણ કરે છે માતાજીના રથ સાથે ભક્તો ગરબા ગાતા-ગાતા અને જયકારાના નાદ સાથે આરાસુરના ચોકમાં પહોંચશે. આ દરમિયાન સંઘના શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની માનતા પૂર્ણ કરી માંડવડી વળાવવામાં આવશે. ત્યારબાદ ધજારોહણ કરી માતાજીના દર્શન સાથે ભક્તો ધન્યતા અનુભવશે ભક્તોના જણાવ્યા મુજબ, આ યાત્રા દરમિયાન રસ્તામાં થાક કે ભૂખની પરવા કર્યા વિના માત્ર માતાજીના સ્મરણ અને ભક્તિભાવ સાથે યાત્રા કરવામાં આવે છે. ૩૦ વર્ષથી ચાલી આવતી આ પરંપરા આજે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જળવાઈ રહી છે