fbpx

અમદાવાદમાં ફાયર NOC વિના જીગરદાન ગઢવીના ‘સાંચી ગરબા’ યોજાતા નિયમોના ધજાગરા ઉડ્યા, દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર??

Spread the love

અમદાવાદમાં ફાયર NOC વિના જીગરદાન ગઢવીના ‘સાંચી ગરબા’ યોજાતા નિયમોના ધજાગરા ઉડ્યા, દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર??

નવરાત્રીનું આજે બીજું નોરતું છે. પહેલા નોરતાએ જ ગરબાને લઈ અનેક વિવાદો સામે આવી રહ્યા છે. એક બાજુ વડોદરામાંથી નોરતાના પ્રથમ દિવસે મોબાઈલ ચોરીની ઘટના સામે આવી હતી. તો બીજી બાજું અમદાવાદમાં ગરબા આયોજનોની સુરક્ષા વ્યવસ્થાને લઈને વિવાદ ઊભો થયો છે. સાયન્સ સિટી રોડ પર આવેલા AC ડોમમાં યોજાયેલા ‘સાંચી ગરબા’ કાર્યક્રમમાં જરૂરી ફાયર અને પોલીસ મંજૂરી વિના આયોજન કરાયું હોવાના આક્ષેપ સામે આવ્યો છે. આ કાર્યક્રમમાં ગાયક જીગરદાન ગઢવી અને આયોજક સાચી ઈવેન્ટ્સનું નામ ચર્ચામાં આવ્યું છે.

ને પોલીસની પૂર્વ મંજૂરી વિના જ પ્રહેલા નોરતે ગરબાનું આયોજન કરી દેવાતાં અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી અને એડિશનલ ચીફ ઓફિસર જયેશ ખડીયા સહિતના અધિકારીઓ સાચી નવરાત્રિ ખાતે તપાસ કરવા પહોંચ્યા છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબસ મિથુન મિસ્ત્રીએ જણાવ્યું કે, ન્યૂ સાયન્સ સિટી રોડ પર સાચી ગરબા ઇવેન્ટને લઈને ફાયર એક્સ્ટિંગ્વિશર, આગ ન લાગે એવું સ્પ્રેસ, ઇમરજન્સી એક્સિટ સહિતના મુદ્દે કામગીરી પૂરી ન થઈ હોવાને લઈને ચીફ ફાયર ઓફિસર દ્વારા આ તમામ બાબતોની જાણ અગાઉથી કરવામાં આવી હતી. આજે સવારે ફાયર વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. તમામ ધારા ધોરણ મુજબ કાર્યવાહી થઈ છે કે કેમ? તેની તપાસ બાદ નોટિસ આપવામાં આવી છે. સાંજે 4 વાગ્યા સુધી રાહ જોઈશું, જે બાદ પોલીસને જાણ કરીશું.

jigardan gadhvi

‘સાચી નવરાત્રિ’ના ગરબા આયોજકોને આજે નોટિસ આપવામાં આવશે અને આ બાબતે પોલીસને પણ જાણ કરાશે. આજે જો ફાયરના તમામ નિયમોનું પાલન કર્યું હશે તો જ NOC આપવામાં આવશે. સુરક્ષા અંગે સવાલ ઉઠતા ફાયર વિભાગ સાંચી ગરબાને નોટિસ આપશે. પરંતું આટલા મોટા સિંગર્સના ગરબા કાર્યક્રમમાં આયોજકોએ બેદરકારી કેમ રાખી તે પણ મોટો સવાલ છે. ફાયર NOC વગર AC ડોમમાં સાંચી ગરબા યોજાઈ રહ્યા હોવાનો આક્ષેપ છે. ખુલ્લા વાયરો અને ફાયર સેફ્ટીના સાધનોના અભાવના દાવા વચ્ચે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

11 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે અને રાત્રે 9:30 વાગ્યે અમદાવાદ ફાયર બ્રિગેડ અને સોલા પોલીસ સહિતની ટીમોએ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નિયમ મુજબની કામગીરી પૂર્ણ ન થઈ હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં આવી નહોતી. નિયમ અનુસાર, ફાયર NOC વિના પોલીસ પણ મંજૂરી આપતી નથી, છતા આયોજકો દ્વારા ગરબા શરૂ કરી દેવાયા હતા, જેમાં અંદાજે 3-4 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.

નિર્ભય ન્યૂઝના અહેવાલ મુજબ, અમદાવાદમાં નવરાત્રિના ગરબા આયોજન માટે કુલ 105 અરજીઓ મળી હતી. રવિવાર સાંજ સુધીમાં 55 અરજીઓ મંજૂર થઈ હતી, જ્યારે છ અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. સુરક્ષાના માપદંડો પૂર્ણ ન કરનાર આયોજનોની અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી હતી.

jigardan gadhvi

ગુજરાત ટૂરિઝ્મ સાથે જોડાણ ધરાવતા આયોજન અંગે પણ સવાલો ઊઠ્યા છે. ખેલૈયાઓની સુરક્ષા માટે જરૂરી મંજૂરીઓ અને નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ ફરિયાદ છતા કાર્યવાહી કેમ ન થઈ, તે અંગે સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી થાય તેવી માંગ ઊઠી છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, આ વર્ષે ગરબા આયોજકોએ માત્ર ફાયર NOC મેળવવાથી જ નહીં, પરંતુ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતવાર માર્ગદર્શિકાનું પણ સઘન પાલન કરવાનું છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ અનિચ્છનીય દુર્ઘટનાને ટાળીને ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ, ગરબા સંચાલકોએ દર 25 મીટરે ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા પણ યોગ્ય અને અવરોધમુક્ત રાખવી પડશે. જનરેટરને પંડાલથી ઓછામાં ઓછા 50 ફૂટ દૂર રાખવું પડશે. ભીડ નિયંત્રણ માટે ટિકિટ કે પાસનું સઘન મોનિટરીંગ કરવું અને ક્ષમતા કરતાં વધુ ખેલૈયા ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ઉપરાંત, ઇલેક્ટ્રિક વાયરિંગ, પોર્ટેબલ ફાયર એક્સ્ટિંગ્વિશર, અને એક્ઝિટના રસ્તામાં કોઈપણ સામાન ન મૂકવા જેવી બાબતો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ફાયર વિભાગ સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ જ NOC આપશે, જે પછી પોલીસનું લાઇસન્સ જેવી આગળની કાર્યવાહી કરી શકાશે.

Leave a Reply

error: Content is protected !!