fbpx

ઘરમાં હતો પિતાનો શવ અને પરિવાર સંપત્તિ માટે ઝઘડી રહ્યો હતો, 3 દિવસ બાદ થયેલા અંતિમ સંસ્કારની કહાની

Spread the love
ઘરમાં હતો પિતાનો શવ અને પરિવાર સંપત્તિ માટે ઝઘડી રહ્યો હતો, 3 દિવસ બાદ થયેલા અંતિમ સંસ્કારની કહાની

સોમવારની રાત હતી. તેલંગાણાના રાજન્ના સિરસિલ્લા જિલ્લામાં આવેલા કોનાયાપલ્લી ગામમાં, 80 વર્ષીય કોનકાટી ચંદ્રૈયાનું અવસાન થઇ ગયું હતું. વયસંબંધિત બીમારીઓને કારણે તેમનું મૃત્યુ થઇ ગયું હતું. ઘરમાં એક વડીલનું મૃત્યુ થાયું હતું. સામાન્ય રીતે આવા સમયે પરિવારના સગા-સંબંધીઓ એકઠા થાય છે, અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવે છે અને લોકો પોતાના સ્વજનને અંતિમ વિદાય આપે છે. પરંતુ ચંદ્રૈયાના ઘરે પરિસ્થિતિ કંઇક અલગ હતી.

તેમના મૃત્યુ બાદ, પરિવારના સભ્યો વચ્ચે સંપત્તિને લઈને વિવાદ શરૂ થઈ ગયો. આ વિવાદ એટલો વકરી ગયો કે અંતિમ સંસ્કાર જ ન થઈ શક્યા. સોમવારની રાતથી બુધવારની રાત સુધી ચંદ્રૈયાનો મૃતદેહ ઘરમાં જ પડ્યો રહ્યો. ગ્રામજનોએ સમજાવવાનો પ્રયાસ કર્યો, વડીલોએ મધ્યસ્થી કરી, પરંતુ પરિવારના સભ્યો વચ્ચે કોઈ સહમતી બની ન શકી. આખરે, પોલીસે દરમિયાનગીરી કરવી પડી. પોલીસની મદદથી, બુધવારે રાત્રે ચંદ્રૈયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

એક તરફ ઘરમાં સ્વજન ગુમાવવાનું દુઃખ હતું, તો બીજી તરફ 1.5 એકર ખેતીની જમીન અને એક ઘરને લઈને વિવાદ હતો. આખરે સંપત્તિને લઈને એવું તો શું થયું કે એક વૃદ્ધ વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ત્રણ દિવસનો વિલંબ થયો? આ મામલો તેલંગાણાના વેમુલાવાડા નગરપાલિકા વિસ્તારમાં આવેલા કોનાયાપલ્લી ગામનો છે. કંનકાટી ચંદ્રૈયા પાસે લગભગ 1.5 એકર ખેતીલાયક જમીન અને એક ઘર હતું. તેમના પરિવારમાં ત્રણ પુત્રીઓ હતી. તેમના પુત્ર નાગરાજૂનું લગભગ 10 વર્ષ અગાઉ મૃત્યું થઇ ગયું હતું. નાગરાજૂના પરિવારમાં તેની બીજી પત્ની અને બે પુત્રીઓ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ચંદ્રૈયાએ લગભગ 3 વર્ષ અગાઉ પોતાનું ઘર તેમની પુત્રીઓના નામે કરી દીધું હતું. તેમના મૃત્યુ પછી, બાકીની સંપત્તિની વહેંચણીને લઈને વિવાદ ઊભો થયો. નાગરાજૂની બીજી પત્ની અને તેની બે પુત્રીઓએ સંપત્તિમાં હિસ્સાની માંગણી કરી, જેના કારણે પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો થયો. વિવાદ વકર્યો અને અંતિમ સંસ્કાર અટકી ગયા. ગામડામાં જ્યારે કોઈ વડીલનું મૃત્યું  થાય છે, ત્યારે પરિવાર સાથે પાડોશીઓ અને સગા-સંબંધીઓ પણ અંતિમ વિદાઇમાં સામેલ થાય છે. ચંદ્રૈયાના કિસ્સામાં પણ ગ્રામજનો અને સ્થાનિક વડીલોએ પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો; તેમનો પ્રયાસ હતો કે સંપત્તિનો વિવાદ પછી ઉકેલવામાં આવે અને પહેલા અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે. જોકે, પરિવારના સભ્યો વચ્ચે કોઈ સહમતી ન બની શકી. વિવાદ ચાલુ રહ્યો અને મૃતદેહ ઘરમાં જ પડ્યો રહ્યો.

Elderly-Man's-Funeral-Delayed1

જરાં વિચાર કરો કે, એક તરફ ઘરમાં એ વ્યક્તિ હતો, જેનું મૃત્યું થઇ ગયું હતું. તો બીજી તરફ પરિવારના સભ્યો સંપત્તિને લઇને પોતપોતાના પક્ષ પર અડગ હતા. જે સમયે પરિવારે એક-બીજાનો સહારો બનવો જોઈએ, તે સમયે તેમની વચ્ચે જમીન અને ઘરને ઝઘડો કરી રહ્યો હતો. સોમવારની રાતથી બુધવારની રાત સુધી આવું જ ચાલતું રહ્યું. જ્યારે ગ્રામજનોના મધ્યસ્થીના પ્રયાસો કામ ન આવ્યા, ત્યારે આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો.

બુધવારે પોલીસે દરમિયાનગીરી કરી. પોલીસે પરિવાર વચ્ચે ચાલી રહેલા વિવાદ છતા તેમણે અંતિમ સંસ્કાર કરાવવામાં મદદ કરી. ત્યારબાદ, બુધવારે રાત્રે ચંદ્રૈયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જે વ્યક્તિનું મૃત્યું સોમવારે રાત્રે થયું હતું, તેને અંતિમ વિદાય બુધવારે રાત્રે મળી શકી. મૃતદેહ ત્રણ દિવસ સુધી ઘરમાં જ પડ્યો રહ્યો હતો.

ચંદ્રૈયાના પુત્ર, નાગરાજૂનું લગભગ દસ 10 અગાઉ મૃત્યું થયું હતું. હવે, ચંદ્રૈયા પણ આ દુનિયામાં રહ્યા નથી. તેમના પરિવારમાં 3 પુત્રીઓ અને પુત્રનો પરિવાર છે; આ ઉપરાંત, તેમની પાસે દોઢ એકર ખેતીલાયક જમીન અને એક ઘર છે. આ સંપત્તિને લઇને પરિવારમાં કોનો શું અધિકાર છે, તેનો વાતચીત અથવા કાયદાકીય પ્રક્રિયા દ્વારા લેવામાં આવશે. પરંતુ, આ ઘટનામાં સંપત્તિનો મુદ્દો એટલો ગંભીર બની ગયો કે અંતિમ સંસ્કારની પ્રક્રિયા પણ અટકી ગઇ.

Leave a Reply

error: Content is protected !!