fbpx

14 વર્ષમાં સૌથી નબળો ત્રીજો ત્રિમાસિક, આખરે કેમ ઘટી રહી છે વૈશ્વિક સ્માર્ટફોનની સપ્લાય?

Spread the love

14 વર્ષમાં સૌથી નબળો ત્રીજો ત્રિમાસિક, આખરે કેમ ઘટી રહી છે વૈશ્વિક સ્માર્ટફોનની સપ્લાય?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની વધતી જતી માંગ હવે તમારા સ્માર્ટફોનની કિંમત પર અસર નાખી રહી છે. મેમરી ચિપ્સની અછતને કારણે દુનિયાભરમાં ફોનની સપ્લાઇ ઘટી છે. ભારતમાં પણ, ત્રીજા ત્રિમાસિકમાં શિપમેન્ટમાં 20% સુધીનો ઘટાડો થવાનો અંદાજ છે. એવામાં, બજેટ ફોન ખરીદનારા લોકો માટે આગામી મહિનાઓ મુશ્કેલી ભર્યા હોઇ શકે છે.

જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આગામી દિવસોમાં તમારે કદાચ પોતાના ખિસ્સા ખાલી કરવા પડી શકે છે. ફોનમાં વધુ સારા કેમેરા, વધુ RAM અને મોટી સ્ટોરેજ આપનારી કંપનીઓ હવે  એક નવા પડકારનો સામનો કરી રહી છે. તેમને આ ફીચર્સ માટે જરૂરી મેમરી ચિપ્સ મોંઘી મળી રહી છે. તેની અસર ફોનનો ખર્ચ, કિંમત અને બજારમાં ઉપલબ્ધ મોડલ્સ પર અસર પડી રહી છે.

દુનિયાના સ્માર્ટફોન માર્કેટને લઇને તાજેતરમાં આવેલો એક અહેવાલમાં આ સમસ્યા પર તરફ ઇશારો કરે છે. ‘કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ’ના પ્રાથમિક અંદાજ અનુસાર, જુલાઈથી સપ્ટેમ્બર 2024 વચ્ચે વૈશ્વિક સ્માર્ટફોન શિપમેન્ટમાં ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં 20%નો ઘટાડો થયો છે.

2012 પછી ત્રીજા ત્રિમાસિક માટે આ સૌથી નીચું સ્તર છે એટલે કે છેલ્લાં લગભગ 14 વર્ષમાં બજારે ત્રીજા ત્રિમાસિક ગાળામાં આટલી નબળી પરિસ્થિતિ નથી જોઇ. પરંતુ, આ પરિસ્થિતિની અસર માત્ર મોબાઈલ કંપનીઓ પૂરતી સીમિત નથી; તેનો સીધો સંબંધ એવા ગ્રાહકો સાથે છે જેઓ રૂ.10,000 થી રૂ.20,000ના બજેટમાં નવો ફોન ખરીદવા માંગે છે. સવાલ એ થાય છે કે, મેમરી ચિપ્સની અછત કેમ છે, તેનો AI સાથે શું સંબંધ છે, અને શું નજીકના ભવિષ્યમાં સ્માર્ટફોન ખરીદવા વધુ મોંઘા થઇ શકે છે?

આ સમસ્યાના મૂળમાં બે પ્રકારની મેમરી ચિપ્સ છે. પ્રથમ છે DRAM, જેનો ઉપયોગ ફોનની RAM માટે થાય છે. બીજો પ્રકાર છે NAND ફ્લેશ મેમરી, જેનો ઉપયોગ ફોટા, વીડિયો, એપ્સ અને અન્ય ફાઇલોને સ્ટોર કરવા માટે કરવામાં આવે છે. આજે, AI કંપનીઓ મોટા-મોટી ડેટા સેન્ટર બનાવી રહી છે. આ ડેટા સેન્ટરમાં AI મોડલ્સને તાલીમ આપવા અને ચલાવવા માટે મોટા પ્રમાણમાં મેમરી અને અન્ય ચિપ્સની જરૂર હોય છે. AI-સંબંધિત કાર્યોમાં ઉપયોગ થતી ‘હાઈ-બેન્ડવિડ્થ મેમરી’ની માંગમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. ચિપ બનાવનારી કંપનીઓ વધુ નફાકારક ઉત્પાદનો પર પોતાની કેપેસિટી લગાવી રહી છે, જેના કારણે સ્માર્ટફોનમાં ઉપયોગ થતી મેમરીની સપ્લાઇ અને કિંમત પર દબાણ વધી રહ્યું છે.

smartphones1

એ સમજવું જરૂરી છે કે AI ડેટા સેન્ટરો સીધી રીતે તમારા ફોનની તમામ મેમરી ખરીદી નથી રહ્યા. મુખ્ય સમસ્યા એ છે કે ચિપ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે અને જ્યારે વિવિધ પ્રકારની મેમરીની માંગ વધી રહી છે. એવામાં, સ્માર્ટફોન બનાવનારી કંપનીઓને જરૂરી ચિપ્સ પહેલાં કરતા વધુ મોંઘી મળી રહી છે.

સ્માર્ટફોનની કિંમત નક્કી કરવામાં સ્ક્રીન, પ્રોસેસર, કેમેરા, બેટરી અને મેમરી જેવા વિવિધ હિસ્સાઓનો ખર્ચ સામેલ છે. જ્યારે મેમરીનો ખર્ચ વધી જાય છે, ત્યારે ફોન બનાવવાનો કુલ ખર્ચ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં કંપનીઓ સામે બે વિકલ્પો હોય છે. અથવા તો આ વધારાનો ખર્ચ પોતે ભોગવે, અથવા તેનો કટલોક હિસ્સો ગ્રાહકો પાસાથે વસૂલે. વર્તમાન બજારમાં, ઘણી કંપનીઓ કિંમતો વધારીને અથવા ઓછા નફાવાળા મોડલ્સનો પુરવઠો ઘટાડીને આ ખર્ચને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, મેમરીના વધતા ખર્ચ અને સપ્લાઇની પરેશાની વચ્ચે, 2026 સુધીમાં સ્માર્ટફોનની વૈશ્વિક છૂટક કિંમતોમાં આશરે 20%નો વધારો થયો છે. આ એક વૈશ્વિક આંકડો છે; એટલે તેને ભારતમાં વેચાતા દરેક ફોનની કિંમતમાં 20%નો વધારો થયો છે એવું ન સમજવું જોઇએ. અલગ-અલગ મોડેલ્સ અને બજારની કિંમતની અસર અલગ-અલગ હોઈ શકે છે.

ભારતમાં આ પરેશાનીની અસર વધુ અનુભવાઈ શકે છે, કારણ કે અહીંના મોટાભાગના ગ્રાહકો મર્યાદિત બજેટમાં ફોન ખરીદે છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના ડેટા પર આધારિત અહેવાલો મુજબ, 2026ના બીજા ત્રિમાસિકમાં ભારતમાં સ્માર્ટફોન શિપમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફોનની વધતી કિંમતો અને નબળી માંગને કારણે કંપનીઓને બજારમાં પોતાની રણનીતિમાં બદલવી પડી રહી છે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચનો અંદાજ છે કે જુલાઈ-સપ્ટેમ્બર 2026ના સમયગાળા દરમિયાન ભારતમાં સ્માર્ટફોન શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે આશરે 20%નો ઘટાડો થઈ શકે છે. આ એક પ્રાથમિક અંદાજ છે, ભારતના સમગ્ર ત્રિમાસિક બજાર માટેનો અંતિમ આંકડો નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મોંઘા ફોન અને નબળી માંગને કારણે કંપનીઓએ તહેવારો પહેલાં સ્ટોક ભરવામાં પણ વધુ સાવચેતી રાખી.

અહીં તફાવત સમજવો જરૂરી છે. શિપમેન્ટનો અર્થ છે કંપનીઓ દ્વારા બજારમાં અને વેચાણ ચેનલો મારફતે મોકલવામાં આવેલા ફોનની સંખ્યા. તે સીધી રીતે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવેલા ફોનની સંખ્યા નથી. જો કંપનીઓ ઓછા ફોન મોકલે છે તો તેની અસર દુકાનોના ઉપલબ્ધ સ્ટોક પર પડી શકે છે, પરંતુ શિપમેન્ટમાં 20% ઘટાડો થયો છે તેનો અર્થ એ નથી કે ગ્રાહકોએ ખરીદવાનું 20% ઓછું કરી દીધું થયો છે.

smartphones2

સેમસંગ અને એપલને કેવી રીતે ફાયદો થયો?

રસપ્રદ વાત એ છે કે, બજારમાં મોટા ઘટાડા હોવા છતા તમામ કંપનીઓની સ્થિતિ એક જેવી નથી. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ ના પ્રાથમિક ડેટા અનુસાર, 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સેમસંગે 23% વૈશ્વિક બજાર હિસ્સા સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે કંપનીના શિપમેન્ટમાં પાછલા વર્ષની સરખામણીએ 2%નો ઘટાડો આવ્યો, પરંતુ તેનો બજાર હિસ્સો વધ્યો. આમાં ફોલ્ડેબલ ફોનની માંગ અને કેટલાક મોડલ્સ માટે ચિપ્સની વધુ સારી ઉપલબ્ધતાએ તેને મદદ કરી હતી.

આ ક્વાર્ટરમાં એપલનો વૈશ્વિક બજાર હિસ્સો 22% રહ્યો છે. આ પ્રથમ વખત હતું, જ્યારે કોઇ ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો બજાર હિસ્સો 20%ને પાર પહોંચી. જોકે, તેનો અર્થ એ નથી કે એપલના શિપમેન્ટમાં વધારો થયો છે. કંપનીના શિપમેન્ટમાં પણ ગયા વર્ષની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે. કાઉન્ટરપોઈન્ટ અનુસાર, આ વખતે નોર્મલ  iPhone 18 મોડેલની ગેરહાજરીને કારણે લોન્ચિંગ સમયે શિપ કરવામાં આવેલા ફોનની સંખ્યા ગયા વર્ષ કરતા ઓછી હતી, જ્યારે iPhone 18 Pro મોડેલને ભારત અને ચીનમાં શરૂઆતમાં સારી માંગ જોવા મળી હતી.

smartphones

વર્તમાન સંજોગોમાં, નવો ફોન ખરીદવાનો નિર્ણય માત્ર એ વાત પર ન હોવો જોઇએ કે બજાર કિંમત વધી રહી ઠે. જો તમારો હાલનો ફોન સારી રીતે કામ કરી રહ્યો હોય, તેની બેટરી સારી સ્થિતિમાં હોય અને તેમાં તમારી જરૂરિયાતની તમામ એપ્સ ચાલી શકતી હોય, તો તેનો થોડો વધુ સમય ઉપયોગ ચાલુ રાખવો એ એક યોગ્ય વિકલ્પ છે. આનાથી તમારે ઉતાવળમાં નવો ફોન ખરીદવાની જરૂર પડતી નથી. પરંતુ, જો તમારા ફોનની બેટરી નબળી પડી ગઈ હોય, તેમાં સિક્યોરિટી અપડેટ્સ મળવાનું બંધ થઈ ગયું હોય, અથવા તમને રોજિંદા કાર્યોમાં મુશ્કેલી પડતી હોય, તો માત્ર કિંમતો ઘટવાની રાહ જોઈને ખરીદીને ટાળવી સારો નિર્ણય નહીં હોય. એવામાં, તમારી જરૂરિયાતોને આધારે ફોન પસંદ કરવો, વિવિધ મોડેલોની કિંમતો જોવી અને બેંક ઓફર્સને ધ્યાનપૂર્વક સમજવી હિતાવહ છે.

Leave a Reply

error: Content is protected !!