fbpx

હીરોએ Xtreme સીરિઝની બે શાનદાર બાઇક લોન્ચ કરી, જાણી લો કિંમત અને ફીચર્સ

Spread the love

હીરોએ Xtreme સીરિઝની બે શાનદાર બાઇક લોન્ચ કરી, જાણી લો કિંમત અને ફીચર્સ

હીરો મોટોકોર્પે ભારતીય બજારમાં તેની બે બાઇક અપડેટ કરી છે. અમે હીરો એક્સ્ટ્રીમ 160R 4V અને એક્સ્ટ્રીમ 250R વિશે વાત કરી રહ્યા છીએ, જે કંપનીએ નવી સુવિધાઓ સાથે લોન્ચ કરી છે. બંને મોટરસાઇકલમાં રાઇડ-બાય-વાયર થ્રોટલ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ અને TFT ડિસ્પ્લે છે.

એક્સ્ટ્રીમ 160R 4Vમાં નવી બોડીવર્ક અને વધારાની સલામતી સુવિધાઓ પણ આપવામાં આવી છે. બીજી તરફ, 250Rની વાત કરીએ તો તેમાં અપડેટેડ ઇલેક્ટ્રોનિક્સ પેકેજ અને સુધારેલ રીઅર સસ્પેન્શન આપવામાં આવ્યું છે. ચાલો આ બાઇકની ખાસ વાત વિશે વાત કરી લઈએ.

Hero Xtreme 160R 4V

હીરો એક્સ્ટ્રીમ 160R 4V સૌપ્રથમ 2023માં લોન્ચ કરવામાં આવી હતી. આ બાઇકમાં હીરોનું સાયબરશાર્પ સ્ટાઇલ અને રિશેપ્ડ બોડી પેનલ્સ છે. તેમાં LED હેડલેમ્પ, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, પ્રોજેક્ટર હાઇ બીમ, H-આકારનું DRL અને H-આકારનું LED ટેલ લેમ્પ મળે છે.

કાળા ફ્રન્ટ વ્હીલ રિમ ફિનિશમાં ઉપલબ્ધ થશે. તેમાં 163 cc, ઓઇલ-કૂલ્ડ, ફોર-વાલ્વ એન્જિન આપેલું છે, જે 16.9 Hp અને 14.6 NM ટોર્ક ઉત્પન્ન કરે છે. હીરોના મતે, મોટરસાઇકલ ફક્ત 4.4 સેકન્ડમાં 0 થી 60 Km/hની ઝડપ પકડી લે છે.

મોટરસાઇકલમાં TFT ડિસ્પ્લે આપેલું છે, જે ગિયર પોઝિશન, શિફ્ટ એડવાઇઝ, ક્રુઝ કંટ્રોલ સ્ટેટસ અને ઇંધણ વપરાશ દર્શાવે છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ આપવામાં આવેલી છે, જે ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને સ્માર્ટફોન સૂચનાઓની ઍક્સેસની મંજૂરી આપે છે.

Hero Xtreme 160R 4V

જ્યારે એક્સ્ટ્રીમ 250Rની વાત કરીએ તો, તેમાં 250 cc, લિક્વિડ-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 29.6 HP પાવર અને 25.3 NM ટોર્ક ઉત્પન્ન કરે છે. બાઇક ફક્ત 3.2 સેકન્ડમાં 0થી 60 Km/hની ઝડપ પકડી લે છે. તે કાર્બન રેડ, કાર્બન વ્હાઇટ અને કાર્બન બ્લેક રંગોમાં ઉપલબ્ધ થશે.

તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે, અને ડિલિવરી 1 નવેમ્બરથી શરૂ થશે. હીરો એક્સ્ટ્રીમ 160R 4Vની કિંમત રૂ. 1.27 લાખ (એક્સ-શોરૂમ) છે, જ્યારે એક્સ્ટ્રીમ 250Rની કિંમત રૂ. 1.98 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!