fbpx

Jioના IPOની ધમાકેદાર ઓપનિંગ, 100 મિનિટમાં જ થઇ ગયો 100% સબસ્ક્રાઇબ, બનાવ્યા રેકોર્ડ

Spread the love

Jioના IPOની ધમાકેદાર ઓપનિંગ, 100 મિનિટમાં જ થઇ ગયો 100% સબસ્ક્રાઇબ, બનાવ્યા રેકોર્ડ

દેશના સૌથી મોટા IPOને રોકાણકારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આવકાર્યો છે. રિલાયન્સ Jioનો 30,213 કરોડ રૂપિયાના IPOને  માત્ર 100 મિનિટમાં જ 100% સબસ્ક્રિપ્શન મળી ગયું. તાજેતરના આંકડા મુજબ, IPO 1.15 ગણો સબસ્ક્રાઇબ થઇ ચૂક્યો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs)નો હિસ્સો 3.68 ગણો ભરાઈ ગયો છે, જ્યારે કુલ 10 લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. IPO રોકાણ માટે 23 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. આ મોટા IPOમાં સૌથી ઝડપથી ફૂલી સબસ્ક્રાઇબ થનાર ઇશ્યૂ છે. JIOનું ગ્રે માર્કેટ પ્રિમિયમ પણ પર શેર 275-280 રૂપિયાએ પહોંચી ગયું છે, એટલે કે 25%નો ફાયદો દેખાય રહ્યો છે.

કંપનીએ 19,75,25,934 શેર વેચાણ માટે રાખ્યા છે, જ્યારે શરૂઆતના બે કલાકમાં જ 22,65,62,880 શેર માટે બોલીઓ મળી ચૂકી છે. આને શેરધારકો માટે અનામત રાખવામાં આવેલા હિસ્સામાં 48% સબસ્ક્રિપ્શન મળ્યું છે. BSEના ડેટા મુજબ, કર્મચારીઓ માટે અનામત હિસ્સો 59%, રિટેલ વ્યક્તિગત રોકાણકાર પોર્શનને 26% અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારોની કેટેગરીમાં 29% બોલીઓ મળી છે.

Jio-IPO2

Jioના IPOને લઇને રોકાણકારોના ઉત્સાહ ઝલક પહેલા જ જોવી મળી ગઇ હતી. એન્કર રોકાણકારો માટે અનામત રાખવામાં આવેલા આશરે 8,110 કરોડના શેરની તુલનામાં 2.5 લાખ કરોડથી વધુની બોલીઓ મળી હતી એટલે કે 30 ગણી વધુ માંગ. સૌથી મોટું એલોકેશન LICને મળ્યું, જે લગભગ 500 કરોડનું હતું. Jioએ IPOના આકારમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ, દેશનો સૌથી મોટો IPO હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો હતો, જેનો આકાર 27,870 કરોડ રૂપિયા હતો. Jioના IPOની પ્રાઇસ બેન્ડ 1,065 રૂપિયાથી 1,119 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે.

Jio-IPO1

ખાસ વાત એ છે કે, IPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો હોવા છતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પાત્ર શેરધારકો પાસે શેર મેળવવાની એક વધારાની તક છે. તેમના માટે 2,500 કરોડ રૂપિયા સુધીના શેર અનામત છે. પાત્ર રોકાણકાર શેરહોલ્ડર અને રિટેલ કેટેગરીમાં અરજી કરી શકે છે, જેનાથી તેમને શેર મળવાની એક વધારાની તક મળી શકે છે.

Leave a Reply

error: Content is protected !!