fbpx

પ્રાંતિજની અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ફૂટબોલ ટીમે જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું

Spread the love

પ્રાંતિજની અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ફૂટબોલ ટીમે જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું

  • ખેલ મહાકુંભ અન્ડર-17 જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં શાળાની ટીમની શાનદાર સિદ્ધિ
  • મંત્રી રઇશભાઈ કસ્બાતી સહિત શાળા પરિવાર દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવાયાં


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી અન્ડર-17 જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળા અને પ્રાંતિજનું ગૌરવ વધાર્યું છે


આ સિદ્ધિ બદલ મંત્રી રઇશભાઈ કસ્બાતીએ ફૂટબોલ ટીમના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની સફળતાની પ્રશંસા કરી હતી. સાથે જ રાઇસ સર દ્વારા પણ વિદ્યાર્થીઓની રમતગમત ક્ષેત્રે પ્રાપ્ત કરેલી સિદ્ધિને બિરદાવવામાં આવી હતી ટીમને આ સફળતા અપાવવામાં કોચ સુભાષ સર અને જીમી સરનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું હતું વિદ્યાર્થીઓની મહેનત, ટીમવર્ક અને કોચના માર્ગદર્શનના પરિણામે ટીમે જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે આ સિદ્ધિથી શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. શાળા પરિવાર દ્વારા વિજેતા ટીમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!