fbpx

પ્રાંતિજ ડેપો ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે રાસ-ગરબાની રમઝટ બોલી

Spread the love

પ્રાંતિજ ડેપો ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે રાસ-ગરબાની રમઝટ બોલી
૧૫૦ જેટલા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કર્મચારીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ડેપો ખાતે શરદ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે રાસ-ગરબાના સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડેપોના આશરે ૧૫૦ જેટલા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાની સાથે આનંદ અને ઉલ્લાસભર્યું વાતાવરણ સર્જ્યું હતું


કાર્યક્રમની શરૂઆત મા અંબાની આરતી સાથે કરવામાં આવી હતી ત્યારબાદ ડેપોના કર્મચારીઓએ એકસાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ ડેપોની સ્થાપના બાદ પ્રથમ વખત આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલથી કર્મચારીઓમાં પરસ્પર એકતા, ભાઈચારો અને ટીમભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું દૈનિક કામગીરીની વ્યસ્તતા વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમથી કર્મચારીઓએ ઉત્સવનો આનંદ માણ્યો હતોઆ પ્રસંગે ડેપો મેનેજર  એ. કે. પરમાર તેમજ વિવિધ યુનિયનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાસ-ગરબામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કર્મચારીઓને ડેપો મેનેજરના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આમ, શરદ પૂર્ણિમાના પાવન પર્વે પ્રાંતિજ ડેપો ખાતે યોજાયેલો આ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્મચારીઓ માટે આનંદદાયક અને યાદગાર બની રહ્યો હતો સાથે જ આ આયોજનથી ડેપોમાં સકારાત્મક વાતાવરણ અને સંગઠિત ભાવનાને વધુ મજબૂતી મળી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!