પ્રાંતિજના મજરા ગામે ડાંગરના ઘાસચારામાં આગ લાગતા દોડધામ
ફાયર ટીમ અને ૧૧૨ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચ્યા
ઘાસચારો બળીને ખાખ થતાં મોટું નુકસાન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ડાંગરના ઘાસચારામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી ગામમાં રહેતા રબારી પ્રભાતભાઈ વસાભાઈના ડાંગરના ઘાસચારામાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી



ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ ફાયર ટીમ અને ૧૧૨ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા પ્રાંતિજ ફાયર ટીમના કેપ્ટન મુકેશ પરમાર, ગોપાલભાઈ પટેલ અને અનિલભાઈ રાઠોડ સહિતની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના રહીશો પણ ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા ડાંગરનો ઘાસચારો આગની લપેટમાં આવી જતાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી સામે આવી નથી મજરા ગામમાં બનેલી આ ઘટનાને પગલે ઘાસચારાના સંગ્રહની સલામતી અને આગથી બચાવના ઉપાયો અંગે પણ સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે