fbpx

સરકારે 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, ખેડૂતોને મળશે 17000 રૂપિયા અને…

Spread the love

સરકારે 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, ખેડૂતોને મળશે 17000 રૂપિયા અને...

રાજ્યના મોટાભાગના જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો વરસ્યો છે ત્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો-પશુપાલકો ઘાસચારો અને પાણીની યોગ્ય વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા.

પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વરસાદની જે સ્થિતિ છે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોમાસુ હવે પૂરું થયું છે ત્યારે ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર જરૂરી પ્રક્રિયાઓ કરીને તથા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં આ વર્ષે 89 ટકા જેટલો વરસાદ થયો છે. પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું. જે સંપૂર્ણ 4 જિલ્લામાં વરસાદ ઓછો થયો છે તેના કારણે જે સ્થિતિ સર્જાઈ છે, તેમાં ખેડૂતોના પડખે ઊભા રહેવા રાજ્ય સરકારે ઉદારક્ષમ નિર્ણય લીધો છે. આ જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે SDRFના ધોરણે અસરગ્રસ્ત પાકો માટે સહાય આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર 8500 રૂપિયા પ્રતિ હેક્ટર અને બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપશે.

bhupendra patel

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે વિલંબિત વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને આગોતરું આયોજન કર્યું અને ખેડૂતો-પશુપાલકોના હામી બનીને દુષ્કાળ જાહેર થયા પહેલા રાજ્યમાં જૂન-જુલાઇ 2026ની સમગ્ર રાજ્યમાં રાહતદારે ઘાસચારો વિતરણ કરવાની મંજૂરી આપીને જિલ્લા કલેક્ટરોને ખાસ કિસ્સામાં વિતરણ કરવાની દિશામાં અધિકૃત કરવામાં આવ્યા. તેના અનુસંધાને રાજ્યમાં અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ જેટલા ઘાસના જથ્થાનું 2 રૂપિયા પ્રતિકિલોના રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પાસે હાલની સ્થિતિએ 3 કરોડ કિલો ઘાસ ઉપલબ્ધ છે અને વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

પટેલે વધુમાં જણાવ્યું કે, દુષ્કાળ જાહેર કરાયેલા તાલુકાઓમાં પશુ કેમ્પના પશુઓ માટે પશુદીઠ રોજની 80ની સહાય બે મહિના માટે SDRFમાંથી ચૂકવવામાં આવશે. અને પશુપાલકોના વિશાળ હિતમાં, ત્યારબાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્યસરકાર આ સહાયનો ખર્ચ ઉપાડશે.  રાજ્ય સરકારે જે તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, તેમાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે VB-G RAM G યોજના અન્વયે 150 માનવદિન રોજગારી આપવાનો પણ રાજ્યસરકારે નિર્ણય લીધો છે.

bhupendra patel

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 1 નવેમ્બર 2026થી આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. માર્ગદર્શિકા મુજબ દુષ્કાળ જાહેર થવાથી 6 માસ સુધી દુષ્કાળની જાહેરાત અમલમાં રહેશે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સરકાર ખેડૂતો અને પશુપાલકોના વિશાળ હિતને હંમેશાં પ્રાથમિકતા આપી રહી છે. ભૂતકાલમાં પણ ખેડૂતોની મુશ્કેલીના સમયમાં સરકાર પડખે ઊભી રહી છે. અત્યારે પણ સંપૂર્ણ સંવેદનશીલતાથી તેમની સાથે છે અને ભવિષ્યમાં પણ ખેડૂત-પશુપાલકોની આપત્તિના કોઈ પણ સમયે સરકાર તરફથી જે કઈ પણ સહાયની જરૂર પડે તે માટે પૂરેપુરી પ્રતિબદ્ધ છે.   

Leave a Reply

error: Content is protected !!