fbpx

પ્રાંતિજ પોલીસે બે વર્ષથી નાસતા-ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો

Spread the love

પ્રાંતિજ પોલીસે બે વર્ષથી નાસતા-ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના ગુનામાં સજા પામેલો આરોપી ઝીંઝવા ગામેથી ઝડપાયો


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના ગુનામાં સજા પામ્યા બાદ છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ IPS, સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ IPS તથા હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલ દ્વારા સજા વોરંટના આરોપીઓને શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાઓના અનુસંધાને પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન, અ.હે.કો. હરેશકુમાર ગેમરભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના સજા વોરંટનો આરોપી શૈલેષકુમાર ગોવિંદભાઈ ચમાર, રહે. ઝીંઝવા, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા, ઝીંઝવા ગામે હાજર છે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટ હવાલે કરવામાં આવ્યો હતો. આમ, પ્રાંતિજ પોલીસને છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!