fbpx

ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની અંદર રહેતા લોકો પોતાના વાહનો માટે ઓછા પૈસામાં વાર્ષિક પાસ ખરીદી શકશે

Spread the love
ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની અંદર રહેતા લોકો પોતાના વાહનો  માટે ઓછા પૈસામાં વાર્ષિક પાસ ખરીદી શકશે

કેન્દ્ર સરકારે નવા ટોલ પાસની જાહેરાત કરી છે. આ એક વાર્ષિક પાસ હશે જે, નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની રેન્જમાં રહેતા લોકો માટે લાવવામાં આવ્યો છે. આ પાસ 1 નવેમ્બરથી ઉપલબ્ધ થશે. આ હેઠળ, ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા લોકો રૂ.1500માં આ વાર્ષિક પાસ ખરીદી શકે છે. આ પાસ માટે 1500 થી 3000 રૂપિયા સુધી આપવા પડી શકે છે. એ નિર્ભર કરે છે કે તમે ટોલ પ્લાઝાથી કેટલા દૂર રહો છો. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આ ફેરફારો અંગેની વિગતો સાથે એક નોટિફિકેશન બહાર પાડી છે.

toll-pass

આ ફેરફારો ‘નેશનલ હાઈવે ફી (દરો નક્કી કરવા અને કલેક્શન) (પાંચમું સંશોધન) નિયમ, 2026 હેઠળ લાવવામાં આવ્યા છે, જે 2008થી અમલ કરવામાં આવેલા વર્તમાન નિયમોને અપડેટ કરે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય નેશનલ હાઇવે પર આવેલા ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોને ટોલ દરોમાં રાહત આપવાનો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ X પર આ અંગે માહિતી આપતા જણાવ્યું: જીવન સરળ બનાવવાની દિશામાં એક મોટું પગલું! 1 નવેમ્બર, 2026થી, નેશનલ હાઇલે ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની રેન્જમાં રહેતા એલિજિબલ નોન-કોમર્શિયલ વાહન માલિક ‘કન્સેશનલ લોકલ પાસ’ નો ફાયદો ઉઠાવી શકે છે.

આ પાસ માટે કોણ એલિજિબલ છે?

નિયમો હેઠળ, માત્ર ખાનગી વાહનોના માલિકો જ પાત્ર છે, જેઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની રેન્જમાં રહે છે. આ સુવિધાનો લાભ લેવા માટે વાહન પર માન્ય અને કાર્યરત FASTag હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત, પાસ મેળવવા માટે વાહન માલિકોએ અન્ય તમામ નિર્ધારિત શરતો પણ પૂરી કરવી પડશે.

Bill-Gates1

આ પાસ માત્ર તે જ ટોલ પ્લાઝા માટે માન્ય રહેશે જેના માટે તે જાહેર કરવામાં આવ્યો છે; તેનો ઉપયોગ અન્ય કોઈ ટોલ પ્લાઝા પર થઈ શકશે નહીં. સરકારે આ હેતુ માટે બે પ્રકારના પાસની જાહેરાત કરી છે. નગરપાલિકાઓ અથવા સ્થાનિક વિસ્તારોની સીમાની બહાર આવેલા ટોલ પ્લાઝા માટે રૂ.1500ની ફી વસૂલવામાં આવશે.

તો, નગરપાલિકાઓ અથવા સ્થાનિક વિસ્તારોની સીમામાં આવેલા ટોલ પ્લાઝા માટે વાર્ષિક પાસની કિંમત રૂ.3,000 રહેશે. આ ફેરફારો 1 નવેમ્બર, 2026થી અમલમાં આવશે. એક સવાલ એ છે કે આ યોજના ક્યાં લાગૂ પડતી નથી. આ સુવિધા એવા નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસવે પર નહીં મળે, જે ક્લોઝ્ડ યુઝર ફીસ કલેક્શન સિસ્ટમ હેઠળ કામ કરે છે. તો, જે ટોલ પ્લાઝા પર સર્વિસ રોડ અથવા વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ છે, ત્યાં પણ આ સુવિધા આપવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે 20 કિલોમીટરની રેન્જમાં રહેતા દરેક વ્યક્તિ આવા પાસ માટે પાત્ર રહેશે નહીં. કેન્દ્ર સરકાર 1 એપ્રિલે આ દરોમાં સુધારો કરી શકે છે.

Leave a Reply

error: Content is protected !!