પ્રાંતિજ કાટવાડ–દલપુર પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર
– મૃતકની ઓળખ અંગે કોઈ માહિતી હોય તો પ્રાંતિજ પોલીસનો સંપર્ક કરવા અપીલ
સાબરકાંઠા જિલ્લાના કાટવાડ–દલપુર પાસેથી એક અજાણ્યા પુરુષનો બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પુરુષની ઓળખ હજુ સુધી થઈ શકી ન હોવાથી પ્રાંતિજ પોલીસ દ્વારા તેના વાલી-વારસની શોધખોળ માટે અપીલ કરવામાં આવી છે આ અજાણ્યા પુરુષ અંગે કોઈ વ્યક્તિને માહિતી હોય અથવા મૃતકના પરિવારજનોને ઓળખતા હોય તો તાત્કાલિક પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.સંપર્ક નંબર: 9725464747 મૃતકની ઓળખ કરવામાં મદદરૂપ થવા માટે નાગરિકોને પોલીસને જરૂરી માહિતી આપવા અપીલ કરવામાં આવી છે