પ્રાંતિજ અવરઓન હાઈસ્કૂલના આચાર્ય પીકે પટેલ વયનિવૃત્ત થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો
– કેળવણી મંડળની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, આગેવાનો, શિક્ષકો, પરિવારજનો અને મિત્રોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની અવરઓન હાઈસ્કૂલના આચાર્ય પુષ્પ વંદન કાંતિભાઈ પટેલ (પીકે પટેલ) વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં શાળા પરિવાર દ્વારા ભવ્ય વિદાય અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા નિવૃત્ત આચાર્ય પીકે પટેલનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી તથા સન્માન કરીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી લાંબા સમય સુધી શિક્ષણક્ષેત્રે આપેલી તેમની સેવાઓ અને શાળાના શૈક્ષણિક વિકાસમાં આપેલા યોગદાનને ઉપસ્થિત મહાનુભાવોએ યાદ કર્યા હતા તેમના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઘડતર, શિસ્ત અને સંસ્થાના વિકાસ માટે કરેલી કામગીરીને બિરદાવવામાં આવી હતીસમારંભમાં તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ, પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી રઈશભાઈ કસ્બાતી, પૂર્વ ડીપીઓ હર્ષદભાઈ રાવલ, જયંતિભાઈ પટેલ, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધવલભાઈ રાવલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા કોર્પોરેટર નિકુંજભાઈ રામી, વિપુલભાઈ ભોઈ અને મહેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાઆ ઉપરાંત નાલંદા વિદ્યાલયના આચાર્ય કેતનભાઈ પટેલ, ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલના આચાર્ય જિતેન્દ્રભાઈ પટેલ, તક્ષશિલા વિદ્યાલયના ટ્રસ્ટી વિનુભાઈ પટેલ, અવરઓન વિદ્યાવિહારના આચાર્ય પરેશભાઈ પરમાર, આઈટીઆઈના આચાર્ય હેમંતભાઈ પટેલ, અવરઓન ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ દર્શિલભાઈ દેસાઈ, અવરઓન કેજી વિભાગનાં પ્રિન્સિપાલ જાગૃતિબેન શાહ તથા બાલમંદિરનાં આચાર્ય મંદાબેન જોષી સહિત કેળવણી મંડળની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સગાંસંબંધીઓ, મિત્રો અને શાળાનો સમગ્ર સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતોસમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું શાળા પરિવાર અને ઉપસ્થિત મહાનુભાવોએ પીકે પટેલને નિવૃત્તિ જીવન સુખમય, સ્વસ્થ અને આનંદમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન સાથે આભારવિધિ કરી સમારંભનું સમાપન કરવામાં આવ્યું હતું





