fbpx

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો

Spread the love

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓએ મન મૂકીને ગરબે ઘૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે એક દિવસીય નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું 

આ મહોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને નવરંગી બનાવી દીધું હતું નવરાત્રી મહોત્સવ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. સંગીતના તાલે વિદ્યાર્થીઓએ મન મૂકીને ગરબા રમી નવરાત્રી પર્વની આનંદભેર ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ સાથે ગરબે ઘૂમી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી કોલેજમાં અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ પ્રોત્સાહન મળે તેમજ વિદ્યાર્થીઓમાં એકતા, ભાઈચારો અને સામૂહિક ભાવનાનો વિકાસ થાય તેવા હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે નવરાત્રી મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગરબાના તાલે સૌ કોઈ ઝૂમી ઊઠતાં કોલેજનું સમગ્ર પરિસર ઉત્સવમય બની ગયું હતું આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી એ.કે. પટેલ, સંચાલક નૃપાંશભાઈ પટેલ , રીપલબેન પટેલ તેમજ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કોલેજના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું અંતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સાથે મળીને નવરાત્રી મહોત્સવની યાદગાર પળો માણી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!