પ્રાંતિજ ખાતે નગરપાલિકાનો સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ શરૂ
– સાંસદ દ્રારા સ્વદેશી મેળાને ખુલ્લો મુક્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામા આવ્યુ




પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવાના હેતુથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું ટાઉનહોલ પાસે આયોજન કરવામા આવ્યુ આ મેળામાં સ્થાનિક હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો ખાણી-પીણી સહિત -૩૦ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે સાત દિવસ મેળો યોજાશે તો સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પાલિકા સ્વદેશી મેળા ને ખુલ્લો મુક્યો હતો આગામી સાત દિવસ ચાલનારા આ સ્વદેશી મેળોનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો તો આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , ભાજપ શહેર પ્રમુખ કુશવભાઇ બ્રહ્મભટ્ટ , મંત્રી દિલીપભાઇ રાવળ , પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડયા , કોર્પોરેટર ગીતાબેન પટેલ , નિકુંજભાઈ રામી , પિયુષભાઈ પટેલ , મહેશસિંહ મકવાણા , દર્શિલભાઈ દેસાઈ , વિપુલભાઈ ભોઈ ,
સહિત નગરપાલિકાના કોર્પોરેટરો સહિત પાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો