fbpx

ધનતેરસ-દિવાળી પર ગયા વર્ષની સરખામણીએ 30% વધારે સોનું વેચાયું, રેકોર્ડ ભાવથી 21% ઘટાડાની અસર; ચાંદીનું વેચાણ પણ 10% વધ્યું

Spread the love

ધનતેરસ-દિવાળી પર ગયા વર્ષની સરખામણીએ 30% વધારે સોનું વેચાયું, રેકોર્ડ ભાવથી 21% ઘટાડાની અસર; ચાંદીનું વેચાણ પણ 10% વધ્યું

સોનાનો ભાવ રોકર્ડ રૂ.1.80 લાખથી ઘટીને રૂ.1.42 લાખ પ્રતિ 10 ગ્રામ થયો છે, એટલે કે તેમાં રૂ.38,000 (21%)નો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ, ધનતેરસ અને દિવાળી દરમિયાન સોનાની ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ 30%નો વધારો થયો. આ દરમિયાન સમગ્ર દેશમાં આશરે 52 ટન સોનું ખરીદવામાં આવ્યું હતું, જેની કિંમત રૂ.72,000 કરોડ થાય છે. તો, ચાંદીની ખરીદીમાં પણ 10% વધીને તે 300 ટન સુધી પહોંચી છે, જેની કિંમત આશરે રૂ.5400 કરોડ છે.

આ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર સુધી, સોનાના વેચાણની માત્રા ગત વર્ષની સરખામણીએ લગભગ 50%નો ઘટાડો થયો હતો. આ પાછળ સોનાના ઊંચા ભાવ, ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સોનું ન ખરીદવા માટે કરવામાં આવેલી અપીલ જેવા કારણો જણાવવામાં આવ્યા.

gold silver

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર, ઘણા ગ્રાહકોએ ઊંચા ભાવને કારણે અગાઉ સોનાની ખરીદી ટાળી દીધી હતી; હવે ભાવ ઘટતા તેઓ ફરી બજારમાં પાછા ફર્યા છે. તેમના મતે સોનાની ખરીદી હજુ પણ ચાલુ છે. તો, IBJAએ જણાવ્યું હતું કે લગ્નસરાની સીઝનની શરૂઆતે પણ ખરીદી વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

gold silver

બેંગલુરુ સ્થિત જ્વેલરી બ્રાન્ડ સી. કૃષ્ણૈયા શેટ્ટી જ્વેલર્સના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીમાં આ વખતે ધનતેરસ પર પ્રાકૃતિક હીરાના વેચાણમાં 250%નો વધારો થયો એટલે કે, ગયા વર્ષે જો 100 હીરા વેચાયા હતા, તો આ વર્ષે 350 હીરા વેચાયા છે. દિવાળીના દરમિયાન વેચાણમાં 47%નો વધારો થયો છે એટલે કે ગયા વર્ષની સરખામણીએ 1.47 ગણા હીરા વેચાયા. કંપનીના મતે હીરાનું વેચાણ છેલ્લા 8 વર્ષમાં પ્રકૃતિક બીજું સૌથી વધારે રહ્યું. તો, લેબમાં તૈયાર થનારા હીરાઓનું બજાર પણ ઝડપથી વધી રહ્યું છે.

Leave a Reply

error: Content is protected !!