fbpx

કરીના કપૂર ખાનને વારસામાં મળેલું પેન્ડન્ટ પહેરવા બદલ મળી નોટિસ; જાણો શું છે આખો મામલો?

Spread the love

કરીના કપૂર ખાનને વારસામાં મળેલું પેન્ડન્ટ પહેરવા બદલ મળી નોટિસ; જાણો શું છે આખો મામલો?

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનને વારસાઈ પેન્ડન્ટ પહેરવા બદલ કાનૂની નોટિસ મળી છે. આ નોટિસ કોંગ્રેસના નેતા અને રાષ્ટ્રીય મીડિયા સંયોજક અબ્બાસ હાફીઝ દ્વારા મોકલવામાં આવી હતી. તાજેતરમાં કરીના કપૂરે દિવાળીમાં 30 કેરેટનું પન્નાનું પેન્ડન્ટ પહેર્યું હતું. આ પેન્ડન્ટ પર કુરાનની એક આયાત ‘આયત-ઉલ-કુર્સી’ લખેલું છે.

અબ્બાસ હાફીઝે સોશિયલ મીડિયા પર પવિત્ર કુરાનની આયાત જે રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી તેનો વાંધો ઉઠાવ્યો હતો. તેમણે 11 નવેમ્બરના રોજ કરીના અને રિયાને કાનૂની નોટિસ મોકલી હતી. નોટિસમાં માંગ કરવામાં આવી હતી કે ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવે. તેઓ જાહેરમાં માફી પણ માંગે છે અને ભવિષ્યમાં કુરાનની આયાતની પવિત્રતાનું સન્માન કરવાનું વચન પણ આપે.

Kareena Kapoor

કરીના કપૂરે દિવાળી માટે ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા શેર કર્યા. આ ફોટામાં, તેણે ડિઝાઇનર પુનીત બલાના દ્વારા ડિઝાઇન કરાયેલ બેજ રંગનો કફ્તાન અને તે જ રંગની પાઘડી પહેરી હતી. તેણે 30 કેરેટનું પન્નાનું પેન્ડન્ટ પણ પહેર્યું હતું, જેના પર કુરાનની આયાત ‘આયત-ઉલ-કુર્સી’ લખેલી હતી.

કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, હાફિઝને કરીના કે અન્ય કોઈના કપડાં, વ્યક્તિગત પસંદગી કે ઘરેણાં પહેરવાની સ્વતંત્રતા સાથે કોઈ વાંધો નથી. જોકે, તેમનો વાંધો ખાસ કરીને તેણે પહેરેલા પેન્ડન્ટ અંગે છે, જેના પર કુરાનની આયાત ‘આયત-ઉલ-કુર્સી’ લખેલી છે.

Kareena Kapoor

તેમનું કહેવું છે કે, જ્યારે કોઈ વ્યક્તિ પવિત્ર કુરાનની આયાત લખેલું પેન્ડન્ટ પહેરે છે અને તેને સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરે છે, ત્યારે તેમના કપડાં, તેઓ જે રીતે ફોટા પ્રદર્શિત કરે છે અને પોસ્ટનું વાતાવરણ તે આયાત માટે આદર દર્શાવતું હોવું જોઈએ.

હાફિઝ માને છે કે, કરીનાના ફોટામાં જે રીતે લોકેટ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું તેમાં કુરાનની આયાત માટે સમ્માન દેખાતું ન હતું. નોટિસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, તેમનો વાંધો ફક્ત પેન્ડન્ટ પ્રદર્શિત કરવાની રીત પર છે, કરીનાના કપડાં કે તેની જીવનશૈલી પર નહીં.

Kareena Kapoor

કરીના કપૂરની સ્ટાઇલિસ્ટ રિયા કપૂરના મતે, આ બધા ઝવેરાત કરીનાના પતિ સૈફ અલી ખાનના પરિવારના છે. સૈફની દાદી, સાજિદા સુલતાન, ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનની પુત્રી હતી. તેમના લગ્ન ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે થયા હતા. તેમનો પુત્ર સૈફના પિતા મન્સૂર અલી ખાન પટૌડી હતો.

આમ, આ શાહી ઝવેરાત પેઢી દર પેઢી પરિવારમાં પસાર થયા છે, અને હવે કરીનાના કબજામાં છે. જોકે, હાફિઝે આ સમગ્ર બાબત સામે વાંધો ઉઠાવ્યો છે. તેમની નારાજગી કરીનાના કપડાં કે બાકીના શાહી ઝવેરાત અંગે નથી. તેઓ ખાસ કરીને એ વાતનો વાંધો ઉઠાવે છે કે કુરાનની આયાત સાથેનું પેન્ડન્ટ ફેશન સ્ટેટમેન્ટ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

error: Content is protected !!