fbpx

ટોલ પ્લાઝા પર ઈન્શ્યોરન્સ વગર પસાર થયા તો ભારે દંડ માટે તૈયાર રહેજો; શરૂ થયો પાયલોટ પ્રોજેક્ટ

Spread the love

ટોલ પ્લાઝા પર ઈન્શ્યોરન્સ વગર પસાર થયા તો ભારે દંડ માટે તૈયાર રહેજો; શરૂ થયો પાયલોટ પ્રોજેક્ટ

જો તમે તમારી કાર કે અન્ય કોઈ વાહનનો થર્ડ-પાર્ટી વીમો રિન્યૂ કરવાનું ભૂલી ગયા હોવ અને નેશનલ હાઈવે પર મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો સાવધાન થઈ જજો, હવે ટ્રાફિક પોલીસથી બચવું સરળ નહીં રહે, કારણ કે હાઈવે પરના ટોલ પ્લાઝા હવે આપમેળે તમારા વાહનના વીમાની સ્થિતિ ચકાસી લેશે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ એક ખૂબ જ હાઇટેક અને કડક વ્યવસ્થા અમલમાં મૂકી છે. આ હેઠળ, જો કોઈ વાહન માન્ય વીમા વિના ટોલ પ્લાઝામાંથી પસાર થાય છે, તો વાહન માલિકને તેમના મોબાઈલ ફોન પર તરત જ એક એલર્ટ મેસેજ મળશે, જેમાં તેમને ભારે દંડની ચેતવણી આપવામાં આવશે. આ નવી સિસ્ટમ ક્યાં લાગૂ કરવામાં આવી છે, તે કેવી રીતે કામ કરે છે અને વીમા વિના વાહન ચલાવવા બદલ શું દંડ થઈ શકે છે. ચાલો આ અંગે માહિતી મેળવીએ.

toll plazas

NHAIએ હાલમાં દિલ્હીના મુન્ડકા ટોલ પ્લાઝા પર ટ્રાયલ બેઝિસ પર આ વ્યવસ્થા શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એકવાર આ સિસ્ટમનું પરીક્ષણ સફળ થઈ જાય અને ટેક્નોલોજી સંપૂર્ણપણે સ્થિર થઈ જાય, પછી તેને દેશભરના અન્ય તમામ નેશનલ હાઇવે અને ટોલ પ્લાઝા પર લાગૂ કરી દેવામાં આવશે.

આ હાઈ-ટેક સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક છે અને તેમાં કોઈ માનવીય હસ્તક્ષેપની જરૂર પડતી નથી. જ્યારે તમારું વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થાય છે, ત્યારે ત્યાં લગાવેલા કેમેરા અને સિસ્ટમ્સ તમારા વાહનનો રજિસ્ટ્રેશન નંબર કેપ્ચર કરી લેશે. આ માહિતીને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા સંચાલિત વાહન પોર્ટલના ડેટાબેઝ સાથે તરત જ મળાવવામાં આવશે. થોડી જ સેકન્ડોમાં, સિસ્ટમ ચેક કરી લેશે કે તમારા વાહનનો થર્ડ-પાર્ટી વીમો માન્ય છે કે તેની મુદત પૂરી થઈ ગઈ છે. જો વીમો પૂરો થઇ ગયો હોવાનું જણાશે, તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તરત જ એક એલર્ટ SMS મોકલી દેવામાં આવશે.

toll plazas

આ એલર્ટ મેસેજમાં ‘મોટર વ્હીકલ એક્ટ’ની જોગવાઈઓ અંગેની ચેતવણી પણ લખેલી હશે. માન્ય વીમા વિના વાહન ચલાવવા બદલ 2000 રૂપિયાથી લઇને 10,000 રૂપિયા સુધીનો ભારે દંડ થઈ શકે છે. દંડ ઉપરાંત, જો વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે અથવા ગંભીર કિસ્સાઓમાં કોર્ટ દ્વારા કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અને તમારું વાહન જપ્ત પણ કરી શકાય છે.

Leave a Reply

error: Content is protected !!