
સોનામાં ભેળસેળ કરવાની એક નવી પદ્ધતિ સામે આવી છે, જેની ઓળખ સામાન્ય તપાસમાં પકડવી મુશ્કેલ છે. સોનામાં ભારે ધાતુઓનો ઝીણો પાવડર ભેળવીને તેનું વજન વધારવામાં આવે છે; બજારમાં તેને ગોલ્ડ પાવડર તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં, આ ભેળસેળ માટે વપરાતા પદાર્થને ‘રેનિયમ’ કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે રેનિયમ પાવડર શું છે, શું સામાન્ય તપાસ દ્વારા તેને પકડી શકાય છે? શું કોઇ રીત છે, જેનાથી સોનામાં આવી ભેળસેળને ઓળખી શકાય.
રેનિયમ પાવડર શું છે?
રેનિયમ પાવડર એક દુર્લભ, ભા અને ગ્રે સિલ્વર કે સોજા જેવા રંગની ધાતુનો ઝીણો પાઉડર છે, જેનો ઉપયોગ તાજેતરમાં, સોનાના ઘરેણાંનું વજન વધારવા અને શુદ્ધતાની તપાસમાંથી બચવા માટે ભેળસેળ સાથે જોડાયેલા સમોચારોને કારણે ચર્ચામાં આવ્યો છે. આ સસ્તી કિંમતવાળી ભારે ધાતુને ઉમેરવાથી ઘરેણાંનું કુલ વજન વધારી શકાય છે, જ્યારે તેમાં રહેલા અસલી સોનાનું પ્રમાણ ઘટી જાય છે. સૌથી મોટો પડકાર એ છે કે આવી ભેળસેળને સામાન્ય કે ઉપરછલ્લી તપાસમાં સરળતાથી પકડી શકાતી નથી.
સોનાના વેપાર સાથે સંકળાયેલા કેટલાક લોકો ચીનથી ભારતમાં રેનિયમ પાવડર મંગાવે છે. અહેવાલો અનુસાર, જ્યારે તેને ચોક્કસ પ્રમાણમાં સોનામાં ભેળવવામાં આવે છે, ત્યારે સામાન્ય શુદ્ધતાને સામાન્ય તપાસમાં પકડાતી નથી. ઉદાહરણ તરીકે, જો 1 ગ્રામ રેનિયમ પાવડરને 24-કેરેટના 7.83 ગ્રામ સોનામાં ભેળવવામાં આવે, તો તેનું કુલ વજન 8.83 ગ્રામ થઈ જાય છે. જો પરંપરાગત પદ્ધતિઓથી તપાસ કરવામાં આવે, તો પણ આ પદાર્થ 24-કેરેટ સોનું જ ગણાવવામાં આવશે. પરંતુ વાસ્તવમાં તેમાં અસલી સોનાનું પ્રમાણ માત્ર 90 ટકા જેટલું જ હોય છે, જે લગભગ 22-કેરેટ સોના બરાબર હશે.

બુલિયન જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ યોગેશ સિંઘલના જણાવ્યા અનુસાર, સોનામાં ભેળસેળ કરવાની આ પ્રક્રિયા છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલી રહી છે. સોનામાં રેનિયમ, રૂથેનિયમ, ઇરિડિયમ અને ઓસ્મિયમ જેવી ભારે ધાતુઓ ભેળવવામાં આવતી હોવાની ફરિયાદ આવતી રહી છે. આ ભેળસેળયુક્ત સોનાનો પાવડર મહારાષ્ટ્ર અને બંગાળના માર્ગે બજારમાં પહોંચી રહ્યો છે. એવી શંકા છે કે આ સામગ્રી ચીનમાં તૈયાર કરવામાં આવી રહી છે. તેની કિંમત અસલી સોનાની કિંમત કરતા લગભગ 10 ટકા ઓછી છે.
રેનિયમ (rhenium) ઉમેરવાથી સોનાનું કુલ વજન વધી જાય છે, જ્યારે તપાસમાં તેની શુદ્ધતા હકીકતથી વધારે દેખાય છે. અહેવાલો મુજબ, આવી ભેળસેળ દાગીના વસ્તુઓ વિવિધ જ્વેલરી શૉરૂમ અને તપાસ કેન્દ્રોને પરીક્ષણ કરવામાં આવે છે. જોકે, તેનો અર્થ એ નથી કે તમામ હોલમાર્કિંગ કેન્દ્રો કે સોનું તપાસવાના મશીનો રેનિયમની ભેળસેળ નહીં પકડી શકે.
સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખવી? તપાસ માટેની 5 સરળ રીતો
સોનાની શુદ્ધતા ચકાસવા માટે ઘણી રીતો છે, જેમાં BIS હોલમાર્ક અને HUID કોડની તપાસથી લઈને અદ્યતન મશીનરીનો ઉપયોગ કરવો અથવા એસિડ ટેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. કેટલીક પદ્ધતિઓ ઘરે પ્રાથમિક તપાસ માટે થઈ શકે છે,જ્યારે સોનાની શુદ્ધતા જાણવા માટે માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ સેન્ટર અથવા આધુનિક ટેસ્ટિંગ મશીનોની મદદ લેવી સૌથી યોગ્ય છે.
1. BIS હોલમાર્ક અને HUID કોડ તપાસો
સોનાની શુદ્ધતા ઓળખવાની સૌથી સરળ રીત દાગીના પર BIS હોલમાર્ક જોવાની છે. આ સાથે જ કેરેટ અનુસાર શુદ્વતાનો કોડપણ હોય છે. ઉદાહરણ તરીકે, 22-કેરેટ સોના પર 916 લખેલું હોય છે, જ્યારે 18 કેરેટ સોના પર 750 લખેલું હોય છે. આ ઉપરાંત, દાગીના પર 6-અંકનો HUID કોડ પણ હોય છે. ગ્રાહકો BISના સત્તાવાર પોર્ટલ અથવા BIS કેર મોબાઈલ એપ દ્વારા આ કોડની ચકાસણી કરી શકે છે.

2. XRF મશીન અને લેબ ટેસ્ટિંગ
સોનાની શુદ્ધતા ચોક્કસ રીતે નક્કી કરવા માટે XRF (એક્સ-રે ફ્લોરોસેન્સ) મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનની મદદથી એ જાણી શકાય છે કે સોનામાં કેટલી માત્રામાં શુદ્ધ સોનુ અને અન્ય ધાતુ છે. આ તપાસની ખાસ વાત એ છે કે તેમાં દાગીનાને તોડવાની કે નુકસાન પહોંચાડવાની જરૂર પડતી નથી. જ્વેલર્સ અને માન્યતા પ્રાપ્ત પરીક્ષણ કેન્દ્રો પર આ સુવિધા મળી શકે છે.
3. એસિડ અને Touchstone ટેસ્ટ
આ પદ્ધતિમાં સોનાના દાગીનાને એક ખાસ કાળા પથ્થર (touchstone) પર હળવેથી ઘસવામાં આવે છે. ત્યારબાદ, તેના પર નાઈટ્રિક એસિડ અથવા ખાસ ટેસ્ટિંગ કિટમાં મળતા એસિડના થોડા ટીપાં નાખવામાં આવે છે. એસિડ સાથે થતી પ્રતિક્રિયાના આધારે સોનાની શુદ્ધતાનો અંદાજ લગાવવામાં આવે છે. જોકે, જો આ પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં ન આવે, તો તેનાથી ઘરેણાંની સપાટીને નુકસાન થઈ શકે છે.
4. ચુંબકથી કરો પ્રાથમિક તપાસ
સોનાની ઓળખ કરવા માટે ચુંબકનો પણ ઉપયોગ કરી શકાય છે. અસલી સોનું ચુંબક તરફ આકર્ષાતું નથી; એવામાં, જો કોઈ ઘરેણું ચુંબક તરફ ખેંચાય, તો તેમાં અન્ય ચુંબકીય ધાતુઓ હોઈ શકે છે. જોકે, ચુંબક તરફ આકર્ષિત થવું એ વાતની ગેરંટી નથી કે સોનું સંપૂર્ણપણે શુદ્ધ છે.
5. પાણી, વિનેગર અને સિરામિક ટેસ્ટ
પ્રાથમિક તપાસ માટે પાણીનો પણ ઉપયોગ પણ કરી શકાય છે. સોનું વધુ ઘનતા ધરાવતી ધાતુ છે, એટલે તેને પાણીમાં નાખવામાં આવે તો તે નીચે બેસી જાય છે. જોકે, અન્ય ભારે ધાતુઓ પણ પાણીમાં બેસી શકે છે, તેથી શુદ્ધતા ચકાસવા માટે આ કોઈ ચોક્કસ કે નિર્ણાયક પદ્ધતિ નથી.