fbpx

‘હું એકલો હતો, મને ચેલેન્જ કરવા લાગ્યા કે..’ BSF જવાને જણાવ્યું- શા માટે ઘૂસ્યા હતા બાંગ્લાદેશની અંદર

Spread the love

‘હું એકલો હતો, મને ચેલેન્જ કરવા લાગ્યા કે..’ BSF જવાને જણાવ્યું- શા માટે ઘૂસ્યા હતા બાંગ્લાદેશની અંદર

બાંગ્લાદેશના સિલહટમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને બાંગ્લાદેશાં ઘૂસનારા BSFના કોન્સ્ટેબલને ફ્લેગ મીટિંગ બાદ ભારતને પરત સોંપી દેવામાં આવ્યા છે. આ ઘટના 17 નવેમ્બરના રોજ બની હતી, જ્યારે આ જવાન પોતાની સર્વિસ રાઈફલ સાથે સિલહટ જિલ્લાના બિચાનાકાંડી સરહદી વિસ્તારમાં લગભગ 200 વાર અંદર સુધી જતા રહ્યા હતા.

3

આ જવાનની ઓળખ કોન્સ્ટેબલ JC યોગી તરીકે થઈ છે. બાંગ્લાદેશથી પરત ફર્યા બાદ તેમણે ઘટનાક્રમનો ખુલાસો કર્યો છે. આ જવાને કહ્યું કે તે યુવકોને મેં સમજાવ્યા. ત્રણ વાર સમજાવ્યા, ત્યારબાદ મને ચેલેન્જ કરવા લાગ્યા કે શું કરી લેશો? પછી હું શું કરતો હતો? હું એકલો હતો.

આ જવાને કહ્યું કે જ્યારે વારંવાર ચેતવણી આપવા છતા તેઓ ન અટક્યા, ત્યારે તેઓ સરહદ નજીકની એક દુકાન પાસે ગયા અને એક યુવકને ઠપકો આપ્યો. તેમનો દાવો છે કે તે જ સમયે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના જવાનોએ તેમને પકડી લીધા.

અહેવાલો અનુસાર, તેમને તે વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરનારા BGBની 48મી બટાલિયનના જવાનોએ કસ્ટડીમાં લીધા હતા. આ ઘટના બાદ, મામલો ઉકેલવા માટે BSF અને BGBના અધિકારીઓ વચ્ચે એક ફ્લેગ મીટિંગ યોજાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બાદમાં જવાન અને સર્વિસ રાઈફલ બંને BSFને સોંપી દેવામાં આવ્યા છે.

2

‘પ્રથમ આલો’ના અહેવાલ મુજબ, BSF જવાનને મંગળવારે બપોરે 12:30 વાગ્યે અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં તેમને ભારતીય સેનાને પરત સોંપી દેવામાં આવ્યા હતા. આમ, ભારતીય જવાન કુલ 5 કલાકની અંદર પરત આવી ગયા હતા.

BSFના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં પરત ફર્યા બાદ જવાનને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. BSFએ આ જવાનની અટકાયત કે તેમને પરત સોંપવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ ઘટના મેઘાલયના જોવાઈ વિસ્તારમાં બની હતી, જે બાંગ્લાદેશના સિલહેટ જિલ્લાની સામે આવેલો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં કોઈ વાડ નથી અને બંને બાજુના પ્રવાસીઓ મોટાભાગે અહીં આવતા-જતા રહે છે.

4

આ અગાઉ, BSF અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોની નોંધ લીધી છે, જેમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના બે જવાનો અને કેટલાક સ્થાનિક રહેવાસીઓ એક ભારતીય સૈનિક સાથે જોવા મળે છે. આ ભારતીય સૈનિક પાસે વોકી-ટોકી સેટ હતો, અને તેમના શરીર પર INSAS રાઈફલ તથા પંપ-એક્શન ગન લટકેલી હતી.

વીડિયોમાં જોવા મળે છે કે, BGBના જવાનો તે ભારતીય સૈનિકને એક સ્થાનિક રહેવાસીની મોટરસાઈકલ પર બેસાડીને પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા. આ દળ દેશના પૂર્વીય ભાગમાં આવેલી 4096 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ (IB)ની સુરક્ષા કરે છે.

Leave a Reply

error: Content is protected !!