fbpx

15 વર્ષ સુધી ખરીદી લોટરીની ટિકિટો, હવે ખેડૂતનું નસીબ ચમક્યું, જીત્યા 12 કરોડ

Spread the love
15 વર્ષ સુધી ખરીદી લોટરીની ટિકિટો, હવે ખેડૂતનું નસીબ ચમક્યું, જીત્યા 12 કરોડ

પંજાબના એક ખેડૂત રાતોરાત કરોડપતિ બની ગયા છે. ડેરા બસ્સી નજીકના હુમાયુંપુર ગામના રહેવાસી, 45 વર્ષીય બલજિંદર સિંહે પંજાબ સ્ટેટ ડિયર દિવાળી બમ્પર લોટરી 2026’માં 12 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યું છે. તેઓ લગભગ 15 વર્ષથી સતત લોટરીની ટિકિટો ખરીદી રહ્યા હતા, જોકે અત્યાર સુધી તેમને કોઈ મોટું ઇનામ મળ્યું નહોતું.

8

NDTVના અહેવાલ મુજબ, બલજિંદર સિંહ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે દિવાળી અગાઉ, હંડેસરાથી 500 રૂપિયામાં લોટરીની એક ટિકિટ ખરીદી હતી. મંગળવારે રાત્રે લગભગ 11 વાગ્યે તેમને ખબર પડી કે તેમણે 12 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીતી લીધું છે. આ સમાચારથી તેમના પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

બલજિંદર સિંહ 2010થી સતત લોટરીની ટિકિટો ખરીદી રહ્યા હતા. લગભગ 15 વર્ષના પ્રયાસો બાદ આખરે તેમનું નસીબ બદલાઈ ગયું. તેઓ બે બાળકોના પિતા છે. ઇનામ જીત્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આખરે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. જોકે, આટલી મોટી રકમ જીત્યા હોવા છતાં તેમણે હજુ સુધી એ નક્કી કર્યું નથી કે તેઓ આ પૈસાનો ઉપયોગ કેવી રીતે કરશે. ઇનામની રકમ મેળવવા માટે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા તેઓ તેમના મિત્રો સાથે ઝિરકપુર ગયા હતા.

6

‘પંજાબ સ્ટેટ ડિયર દિવાળી બમ્પર લોટરી 2026’ માટે કુલ 36 લાખ ટિકિટો છાપવામાં આવી હતી. તેને 12 અલગ-અલગ સીરિઝમાં બહાર પાડવામાં આવી હતી. દરેક સીરિઝનું નામ એક રાશિ પર રાખવામાં આવ્યું હતું. તેમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનો સમાવેશ થાય છે. 500 રૂપિયાની ટિકિટ પર 12 કરોડ રૂપિયા જીતનાર બલજિંદર સિંહ માટે, આ ઇનામ તેમના પરિવારના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે.

Leave a Reply

error: Content is protected !!