fbpx

વીમાની રકમ પડાવવા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું, પણ 60 CCTV કેમેરાઓએ ખોલ્યું રહસ્ય

Spread the love
વીમાની રકમ પડાવવા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું, પણ 60 CCTV કેમેરાઓએ ખોલ્યું રહસ્ય

રાજસ્થાનના બર્ડોદ જિલ્લામાં લગભગ એક અઠવાડિયા પહેલા થયેલા એક બ્લાઇંડ મર્ડર કેસનો પોલીસે ઉકેલ લાવી દીધો છે. તપાસમાં સામે આવ્યું છે કે યુવકની હત્યા તેની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને કરાવી હતી. આ હત્યા પાછળનું મુખ્ય કારણ પત્નીનું અન્ય પુરુષ સાથેના એક્સ્ટ્રા-મેરિટલ અફેર હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં, આરોપીઓએ આ હત્યાને માર્ગ અકસ્માતનું સ્વરૂપ આપવાનું કાવતરું પણ રચ્યું હતું, જેથી મૃતકના મૃત્યુ બાદ વીમાની રકમ મેળવી શકાય. જોકે, પોલીસે લગભગ 60 CCTV કેમેરાના ફૂટેજ તપાસીને આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ કેસના સંબંધમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મૃતકની પત્નીની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે.

બેહરોડના SP સતવીર સિંહે ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ રાજેશ ઉર્ફે રાજુ મિસ્ત્રી (ઉં.વ. 34 વર્ષ, રહે. પદમાદા ખુર્દ – મુન્ડાવર પોલીસ સ્ટેશન વિસ્તાર, ખૈરથલ-તિજારા જિલ્લો) અને શમશેર ઉર્ફે શિવા ઉર્ફે શિવમ (ઉં.વ.27 વર્ષ, રહેવાસી ફતેહગંજ પૂર્વી મોહલ્લા, બરેલી, ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. બંનેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યાનું આયોજન ખૂબ આયોજનપૂર્વક કરવામાં આવ્યું હતું. આરોપીઓએ ગુનાને એવી રીતે અંજામ આપ્યો કે જેથી શરૂઆતમાં કોઈને શંકા ન જાય અને મામલો માર્ગ અકસ્માત જેવો લાગે.

murder case

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ કાવતરાને યોજનાબદ્વ રીપે સતીશને હરિયાણા બોલાવ્યો હતો. ત્યાં તેની સાથે નિર્દયતાથી મારામારી કરવામાં આવી, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો. આરોપીઓએ તેને અધમરો સમજીને ઘટનાસ્થળે જ છોડી દીધો અને ત્યાંથી ફરાર થઈ ગયા. બાદમાં ઈજાઓને કારણે સતીશનું મૃત્યુ થઇ ગયું હતું. પોલીસના મતે, આરોપીઓ ઈચ્છતા હતા કે આ ઘટનાને એક સામાન્ય માર્ગ અકસ્માત તરીકે રજૂ કરવામાં આવે. તેના માટે હત્યા બાદ, મૃતદેહનો નિકાલ એવી રીતે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જેથી પોલીસને શરૂઆતમાં કોઈ સ્પષ્ટ પુરાવા ન મળે.

બાર્ડોદમાં એક વ્યક્તિના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃત્યુ બાદ, સદર પોલીસ સ્ટેશનમાં મૃતક સતીશના ભાઈ મુકેશ સૈનીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. મૃતદેહની તપાસ દરમિયાન પોલીસને માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ ઉપરાંત, મૃતદેહ પર કડબીના પાંદડા પણ મળી આવ્યા હતા. જેને કારણે પોલીસની શંકા વધુ ઘેરી બની અને તેમણે સઘન તપાસ શરૂ કરી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા લગભગ 60 CCTV કેમેરાના ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી. ફૂટેજમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ મોટરસાઈકલ પર મૃતદેહ લઈ જતા જોવા મળ્યા હતા. આ મહત્ત્વપૂર્ણ કડીના આધારે પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા.

murder case

CCTV ફૂટેજના આધારે, પોલીસે પૂછપરછ માટે રાજેશ ઉર્ફે રાજુ મિસ્ત્રી અને શમશેર ઉર્ફે શિવા/શિવમને કસ્ટડીમાં લીધા. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન રાજેશે હત્યાના કાવતરાનો સ્વીકાર કર્યો અને ગુનામાં પોતાની ભૂમિકા કબૂલી લીધી. ત્યારબાદ બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના પાછળ મૃતકની પત્ની રેખા સૈની અને રાજેશ વચ્ચેના કથિત પ્રેમ સંબંધો બતાવવામાં આવી રહ્યા છે. પોલીસનો આરોપ છે કે આ સંબંધોને કારણે પતિને હટાવવાની યોજના બનાવી હતી. હાલમાં, પોલીસ આમાં સામેલ તમામ વ્યક્તિઓની ભૂમિકા નક્કી કરવા અને ઘટનાક્રમની કડીઓ જોડવાનું કામ કરી રહી છે.

પોલીસ તપાસમાં મૃતકના પારિવારિક પરિસ્થિતિઓ સાથે જોડાયેલી માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન સતીશ બાર્ડોદમાં રહેતો હતો, જ્યારે તેની પત્ની રેખા સૈની બાનસૂરમાં મકાન બનાવીને રહેતી હતી. તપાસમાં પત્ની અને તેના કથિત પ્રેમી રાજેશ વચ્ચેના સંબંધોનો ખુલાસો થયો છે. પોલીસને શંકા છે કે પતિની હત્યાના કાવતરામાં પત્નીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. આરોપ છે કે આ યોજનાના ભાગરૂપે સતીશને હરિયાણા બોલાવવામાં આવ્યો હતો અને પછી તેની સાથે મારામારી કરીને તેની હત્યા કરી દેવામાં આવી. જોકે, પોલીસ હાલમાં પત્નીની ભૂમિકાને લગતા તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

આ હત્યાકાંડનો સૌથી ચોંકાવનારું પાસું ઈન્સ્યોરન્સ ક્લેમ સાથે સંબંધિત છે. પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ આ હત્યાને માર્ગ અકસ્માત તરીકે રજૂ કરવાનું કાવતરું રચ્યું હતું. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય મૃતકના મોતને અકસ્માત ગણાવીને વીમા પોલિસીની રકમ મેળવવાનો હતો. એટલે કે, હત્યા બાદ પોલીસ અને તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે સમગ્ર ઘટનાક્રમને માર્ગ અકસ્માતની આસપાસ તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, શરીર પરના ઈજાના નિશાન અને CCTV ફૂટેજ જેવા મહત્ત્વપૂર્ણ પુરાવાઓએ આ કાવતરાનો પર્દાફાશ કરી દીધો. હાલમાં પોલીસ ઇન્શ્યોરન્સ ક્લેમ સાથે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે અને આ કાવતરામાં સામેલ તમામ વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરી રહી છે.

બાર્ડોદમાં એક યુવાનના શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત બાદ, પોલીસ સામે એક એવો કેસ ઉકેલવાનો પડકાર હતો જે શરૂઆતમાં ‘બ્લાઇન્ડ’ મર્ડર જેવો લાગતો હતો. શરૂઆત મૃતકની સાથે જોડાયેલા પુરાવાઓના આધારે તપાસ કરવામાં આવી અને ઘટનાસ્થળેથી મળેલી કડીઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી. ત્યારબાદ, પોલીસે ટેકનિકલ પુરાવા, CCTV ફૂટેજ અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછના આધારે કેસની કડીઓ જોડવામાં આવી. લગભગ એક અઠવાડિયાની તપાસ બાદ, પોલીસે આ કેસ સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. હાલમાં રાજેશ ઉર્ફે રાજુ મિસ્ત્રી અને શમશેર ઉર્ફે શિવા/શિવમ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ હત્યાનું કાવતરું, મૃતકની પત્ની રેખા સૈનીની ભૂમિકા અને ઇન્શ્યોરન્સ ક્લેમને લગતી તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Leave a Reply

error: Content is protected !!