fbpx

બિસ્લેરી પાણીમાં એવું શું મળ્યું કે FSSAIએ વપરાશ માટે અસુરક્ષિત ગણાવ્યું

Spread the love
બિસ્લેરી પાણીમાં એવું શું મળ્યું કે FSSAIએ વપરાશ માટે અસુરક્ષિત ગણાવ્યું

દેશની ખાદ્ય નિયમનકારી સંસ્થા ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ બોટલબંધ પાણી બનાવનારી કંપની બિસ્લેરી ઈન્ટરનેશનલ સામે કડક વલણ અપનાવ્યું છે. રવિવારે, FSSAIએ માહિતી આપી કે તેણે બિસ્લેરી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.

FSSAI

કંપનીના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર નમૂનાની તપાસમાં ‘અસુરક્ષિત’ હોવાનું જણાયા બાત આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. FSSAIએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. FSSAIના જણાવ્યા અનુસાર, તપાસ માટે બિસ્લેરી ઈન્ટરનેશનલના પરિસરમાંથી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર’ (મિનરલ વોટર સિવાય)નું એક રેગ્યુલેટરી નમૂનો લેવામાં આવ્યો હતો. FSSAIએ જણાવ્યું કે, આ નમૂનો નિર્ધારિત બ્રોમેટ મર્યાદાઓ મુજબ ન હોવાનું જણાયું હતું અને તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSS) એક્ટ 2006 હેઠળ અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે.

FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે તેણે બિસ્લેરીના ‘પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના લીધેલા નમૂનાઓ અંગે કાર્યવાહી કરી છે, મિનરલ વોટર પર નહીં. બિસ્લેરીના પાણીના ઘણા ઉત્પાદનો છે. નમૂનામાંઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના હતા, ન કે મિનરલ વોટર તરીકે બ્રાન્ડ કરાયેલી બોટલોના.

કંપનીની અપીલ બાદ આ નમૂનાને એક રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં પણ, તપાસ દરમિયાન નમૂનામાં પોલિન્યૂક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્સ’ (PAHs) મળી આવતા તેને અસુરક્ષિત ગણવામાં આવ્યો. લેબોરેટરી રિપોર્ટમાં અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો અંગેની કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન સાબિત થયા બાદ, FSSAIએ FSS એક્ટ, 2006 હેઠળ બિસ્લેરી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે.

Bisleri

તો આ મામલે બિસ્લેરીની પણ સ્પષ્ટતા સામે આવી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમનું પાણી પીવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મામલો લગભગ 14 મહિના જૂનો છે અને સપ્ટેમ્બર 2025માં ગોવા પ્લાન્ટના એક બેચ સાથે સંબંધિત છે. પ્રાથમિક તપાસમાં છમાંથી પાંચ નમૂનાઓ નિર્ધારિત માપદંડો મુજબ હતા, જ્યારે છઠ્ઠા નમૂનામાં બ્રોમેટનું પ્રમાણ મર્યાદા કરતા સહેજ વધારે હતું.

કંપનીએ જણાવ્યું હતું કે, રેફરલ લેબમાં બ્રોમેટનું સ્તર નિર્ધારિત મર્યાદામાં હોવાનું જણાયું હતું, પરંતુ તેમાં PAHsનો ઉલ્લેખ આવ્યો. કંપનીએ સ્વતંત્ર લેબ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં FSSAIને સુપરત કર્યો હતો અને ત્યારબાદ કોઈ વધુ નોટિસ ન મળતા આ મામલો બંધ માની રહી હતી. બિસ્લેરીએ પોતાની ગુણવત્તા ચકાસણી પ્રક્રિયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને સહકાર આપવાની વાત કહી છે.

Bisleri


કંપનીએ જણાવ્યું કે, પીવાના પાણીની સુરક્ષા બિસ્લેરી માટે પ્રાયોરિટી છે. અમે ગુણવત્તા પર કડક નિયંત્રણો રાકીએ છીએ અને આ બાબતનો ઉકેલ લાવવા માટે FSSAIને સહકાર આપવાનું ચાલુ રાખીશું.

બિસ્લેરી ઉપરાંત, FSSAIએ અન્ય કેટલીક કંપનીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. તેમાં ‘વસંત મસાલા પ્રાઈવેટ લિમિટેડ’, ‘ટિટ-બિટ ફૂડ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ’, ‘મીમાંસા ઈન્ડસ્ટ્રીઝ’ અને ‘આશા કન્ફેક્શનરી’નો સમાવેશ થાય છે. તો, નિયમોનું પાલન ન કરવા બદલ FSSAIએ ‘ઉર્મિ લાઈફસાયન્સીસ LLP અને ‘ગૌર આયુર્વેદિક સ્ટોર’ના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ, આશા કન્ફેક્શનરી સામે ઉત્પાદનો પાછા મંગાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે; કંપનીને બજારમાંથી તેની ચોકલેટ ફિલ્ડ કુકીઝને પાછી મંગાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે, કારણ કે તપાસમાંણ તે અસુરક્ષિત હોવાનું જણાયું હતું.

નોંધનીય છે કે આ કેલેન્ડર વર્ષ (2026) દરમિયાન, FSSAI એ ખાદ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો અને ઈ-કોમર્સ કંપનીઓ સામે તેની દેખરેખ અને અમલીકરણની કાર્યવાહી વધુ સઘન બનાવી છે. આ ઉપરાંત, FSSAIએ એનર્જી ડ્રિંક્સ અને આલ્કોહોલિક ડ્રિંક બનાવનારી કંપનીઓ પર પણ વધુ કડકાઇ બતાવી છે.

Leave a Reply

error: Content is protected !!