fbpx

બોલો, કારની પાછળની લાઇટમાં નાખીને 3.83 કરોડનું સોનું છૂપાવીને લઈ જતા પકડાયા

Spread the love
બોલો, કારની પાછળની લાઇટમાં નાખીને 3.83 કરોડનું સોનું છૂપાવીને લઈ જતા પકડાયા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાના ગેરકાયદેસર પરિવહન પર કડક કાર્યવાહી કરી. હૈદરાબાદમાં DRI અધિકારીઓએ કોલકાતાથી હૈદરાબાદ દાણચોરી કરીને લઈ જવામાં આવતો સોનાનો મોટો જથ્થો જપ્ત કર્યો. રૂ. 3.83 કરોડનું સોનું કારના ટેલ લેમ્પ પાછળ ખાસ ડિઝાઇન કરેલા ગુપ્ત કમ્પાર્ટમેન્ટમાં છુપાવેલું મળી આવ્યું.

આ મહિનાની 19મી તારીખે, DRI અધિકારીઓએ કોલકાતાથી હૈદરાબાદ જતી કિયા સેલ્ટોસને રોકી. બે મુસાફરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને કારની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએને શંકાન જાય તેવી રીતે રચાયેલ ટેલ લેમ્પ પાછળ ખુબ હોશિયારીથી છુપાવેલો કમ્પાર્ટમેન્ટ શોધી કાઢ્યો હતો. તેની અંદર તેમને ભૂરા ટેપમાં લપેટેલા 3 પેકેટ મળ્યા. પેકેટ ખોલતાં, તેમને 25 સોનાના બાર મળી આવ્યા. 2.98 કિલોગ્રામ વજનનું સોનું બજારમાં આશરે રૂ. 3.83 કરોડનું હોવાનો અંદાજ છે.

Hyderabad DRI Seizes Gold

જપ્ત કરાયેલું સોનું 24-કેરેટ શુદ્ધતાનું હોવાનું જાણવા મળ્યું. કેટલાક બાર પર વિદેશી નિશાન હતા, જ્યારે કેટલાકમાં જાણીજોઈને ભૂંસી નાખવામાં આવ્યા હતા. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ, અધિકારીઓએ દાણચોરી માટે ઉપયોગમાં લેવાતી કિયા સેલ્ટોસ કાર સાથે 25 સોનાના બાર જપ્ત કર્યા. બંને શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી. આ દાણચોરી રેકેટના માસ્ટરમાઇન્ડને ઓળખવા માટે તપાસ ચાલી રહી છે.

બીજી એક અલગ ઘટનામાં, હૈદરાબાદના શમશાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અધિકારીઓએ મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું. DRI (રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ)ના અધિકારીઓએ દુબઈથી મસ્કત થઈને હૈદરાબાદ આવી રહેલા એક મુસાફરની ટ્રોલી બેગની તપાસ કરી.

Hyderabad DRI Seizes Gold

તેમને બેગની અંદર એક પાકીટમાં છુપાયેલા 1051 ગ્રામ વજનના 9 વિદેશી સોનાના બાર (24 કેરેટ) મળી આવ્યા. સંયુક્ત આરબ અમીરાત ચિહ્નિત આ બારની કિંમત આશરે રૂ. 1.37 કરોડ હોવાનો અંદાજ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા સોના માટે કોઈ માન્ય આયાત દસ્તાવેજો ન હોવાથી કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. DRIએ સોનું લેવા માટે એરપોર્ટના આગમન ટર્મિનલની બહાર રાહ જોઈ રહેલા એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. DRI અધિકારીઓએ પુષ્ટિ આપી કે બંને શંકાસ્પદોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.

Leave a Reply

error: Content is protected !!