fbpx

પ્રાંતિજ એસટી ડેપોને પાંચ નવી બસોની ભેટ, ત્રણ નવા રૂટ શરૂ થતાં મુસાફરોમાં ખુશીનો માહોલ

Spread the love

પ્રાંતિજ એસટી ડેપોને પાંચ નવી બસોની ભેટ, ત્રણ નવા રૂટ શરૂ થતાં મુસાફરોમાં ખુશીનો માહોલ
–  તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખે લીલી ઝંડી બતાવી ત્રણ નવી બસોને પ્રસ્થાન કરાવ્યું
– પ્રાંતિજથી અંબાજી, જાલોર અને દાહોદના નવા રૂટ શરૂ કરાયા
– ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના સતત પ્રયત્નોથી પ્રાંતિજ ડેપો આધુનિક સુવિધાઓ સાથે કાર્યરત
– હાલ પ્રાંતિજ ડેપોમાં દરરોજ ૧૧૦૦થી વધુ બસોનું આવનજાવન


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એસટી ડેપોને ગુજરાત સરકાર દ્વારા પાંચ નવી બસોની ભેટ આપવામાં આવતા પ્રાંતિજ સહિત સમગ્ર તાલુકામાં ખુશીની લહેર જોવા મળી છે. નવી ફાળવવામાં આવેલી પાંચ બસોમાંથી ત્રણ બસો પ્રાંતિજ ડેપો ખાતે આવી પહોંચતા તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખના હસ્તે લીલી ઝંડી બતાવી બસોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું


 મુસાફરોને સારી સુવિધાઓ, આરામદાયક મુસાફરી અને સલામત સવારી મળી રહે તેવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પ્રાંતિજ એસટી ડેપોને પાંચ નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ત્રણ નવી બસોનું આગમન થતાં પ્રાંતિજથી ત્રણ નવા રૂટ પણ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પ્રાંતિજથી અંબાજી, પ્રાંતિજથી જાલોર અને પ્રાંતિજથી દાહોદનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ એસટી ડેપો શરૂ કરાવવા અને તેને કાર્યરત બનાવવા માટે પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હતી ધારાસભ્યના અથાગ પ્રયત્નો અને સતત રજૂઆતોના પરિણામે આજે પ્રાંતિજ એસટી ડેપો આધુનિક અને સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ બની કાર્યરત થયો છે જે પ્રાંતિજ શહેર માટે વધુ એક મોરપીંછ સમાન છે હાલમાં પ્રાંતિજ એસટી ડેપો ખાતેથી દરરોજ ૧૧૦૦થી વધુ બસોનું આવનજાવન થઈ રહ્યું છે, જેના કારણે પ્રાંતિજ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને પરિવહનની સારી સુવિધા મળી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વધુ પાંચ નવી બસોની ફાળવણી કરવામાં આવતા મુસાફરોના આનંદમાં વધુ વધારો થયો છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન જનકભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, ભાજપ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, જનકભાઈ પટેલ, શુભમભાઈ મિસ્ત્રી સહિત એસટી વિભાગના કર્મચારીઓ, સ્ટાફ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા આમ, ધારાસભ્યની રજૂઆતો અને સરકારની ફાળવણીથી પ્રાંતિજ એસટી ડેપો સુવિધાઓની દિશામાં આગળ વધી રહ્યો છે અને નવા રૂટ શરૂ થતાં પ્રાંતિજ તાલુકાના મુસાફરોને તેનો સીધો લાભ મળશે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!