fbpx

કરિયાવરમાં બ્રેઝા કાર ન મળતા જાન પાછી લઈ જનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

Spread the love

કરિયાવરમાં બ્રેઝા કાર ન મળતા જાન પાછી લઈ જનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

હરિયાણાના સોનીપત જિલ્લામાં કરિયાવરની માંગણીને લગતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ કરિયાવરમાં બ્રેઝા કારની માંગણી કરી હતી; જ્યારે કન્યાના પરિવારજનો તે આપી ન શક્યા, ત્યારે તે જાન પાછી લઇને જતો રહ્યો. લગ્નવિધિઓ વચ્ચે જાન પાછી જતી રહેવાથી કન્યા અને તેના પરિવારને ભારે અપમાનનો સામનો કરવો પડ્યો. આઘાતમાં સરી પડેલી કન્યાએ બે વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

પોતાની પુત્રીનું જીવન બરબાદ થતું જોઈને, વ્યથિત પિતાએ પંચાયત પાસે ન્યાય માંગ્યો, પરંતુ ત્યાં પણ કોઈ ઉકેલ ન આવ્યો. કન્યાના પિતાનો આરોપ છે કે વર પક્ષે સગાઈ દરમિયાન આપેલી કરિયાવરની વસ્તુઓ પાછી આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. એટલું જ નહીં, તેઓ લગ્નની તૈયારીઓ પાછળ થયેલો ખર્ચ આપવા પણ તૈયાર નથી, જેના કારણે કન્યાનું જીવન બરબાદ થઈ ગયું છે.

36

અહેવાલો અનુસાર, કરિયાવરમાં બ્રેઝા કારની માંગણી કરનાર કુલદીપ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ ઘટના બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કુલદીપે કરિયાવર માંગવાના આરોપોને નકારી કાઢ્યા છે. તેનો દાવો છે કે કે સ્વાગત સમારોહ ન થવાને કારણે વિવાદ થયો હતો. આ ઉપરાંત બીજો કોઈ મુદ્દો નહોતો અને કોઈ કરિયાવર માંગવામાં આવ્યું નહોતું. બીજી તરફ, લગ્નના દિવસના CCTV ફૂટેજ વાયરલ થયા છે, જેમાં કુલદીપ સાદા કપડામાં તે બેન્ક્વેટ હોલમાં પ્રવેશતો જોવા મળે છે જ્યાં લગ્ન યોજાવાના હતા. કન્યાના પરિવારનો આરોપ છે કે તે એ જોવા આવ્યો હતો કે કરિયાવરમાં માંગેલી કારની વ્યવસ્થા થઈ છે કે નહીં.

સેક્ટર-27 પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) સાવિત કુમારના જણાવ્યા અનુસાર, વેસ્ટ રામનગરના રહેવાસી સુભાષે ફરિયાદ નોંધાવી હતી કે તેની પુત્રીના લગ્ન ગોહાનાના ગાંધી નગરના રહેવાસી કુલદીપ સાથે 20 નવેમ્બરે નક્કી થયા હતા. દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો કુલદીપ, નરેલા પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. આ લગ્ન માર્ચ 2026માં નક્કી કરવામાં આવ્યા હતા અને એપ્રિલમાં સગાઈ થઈ હતી. 19 નવેમ્બરે ગોહાના જઇને સગાઈની વિધિ પૂર્ણ કરી હતી.

37

આ દરમિયાન, વરરાજાએ કરિયાવરમાં કારની માંગણી કરી. કન્યા પક્ષે જણાવ્યું કે તેમણે પહેલેથી જ ‘હ્યુન્ડાઈ ઓરા’ બુક કરાવી લીધી છે, પરંતુ કુલદીપે કહ્યું કે ઓરા તો ટેક્સી છે, તેને બ્રેઝા જોઇએ છે. કુલદીપે કહ્યું કે બીજા દિવસે ફેરા થાય તે પહેલાં બ્રેઝા કારની વ્યવસ્થા કરી દેવામાં આવે. જ્યારે કાર સમયસર ન આવી, ત્યારે કુલદીપે લગ્નની વિધિઓ વચ્ચે જાન પાછી લઈ ગયો, જેના કારણે લગ્ન સંપન્ન થઈ શક્યા નહીં.

Leave a Reply

error: Content is protected !!