fbpx

એવું કેમ થશે કે રૂપાલા- માંડવિયાને પોતાનો મત પોતાને નહીં આપી શકે

Spread the love

ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાવવાની છે અને મતદાન 7 મે 2024ના દિવસે થવાનું છે. પણ ગુજરાતના 3 ઉમેદવારો એવા છે જેઓ પોતાનો મત આપી શકશે નહીં.

અમરેલીના વતની પરષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે એટલે તેઓ અમરેલીમાં પોતાના મત પોતાના ઉમેદવારને નહીં આપી શકે. એ જ રીતે ભાવનગરના વતની મનસુખ માંડવિયા પોરબંદરમાં ભાજપના ઉમેદવાર છે, તેઓ પણ ભાવનગરમાં મત આપી શકશે નહીં. કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી અમરેલીના વતની છે, તેઓ પણ પોતાનો મત પોતાના ઉમેદવારને નહીં આપી શકે.

પરષોત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે. તેમના એક નિવેદનને કારણે ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો નારાજ થયેલા છે.

error: Content is protected !!
%d bloggers like this: