fbpx

EVMની શરૂઆત કયારથી થઇ અને મશીન કોણ બનાવે છે?

Spread the love

ભારતમાં પહેલાં બેલેટ પેપરથી મતદાન થતું હતું, પરંતુ હવે તેનું સ્થાન ઇલેકટ્રોનિક વોટિંગ મશીને લઇ લીધું છે. વર્ષ 1980માં એમ. બી હનિફા નામની વ્યકિતએ પહેલું વોટીંગ મશીન બનાવ્યું હતું, જેને ઇલેક્ટ્રોનિકલી ઓપરેટેડ વોટ કાઉન્ટીંગ મશીન નામ હતું, જે પાછળથી EVM કરી દેવામાં આવ્યું.

EVMનો સૌથી પહેલો ઉપયોગ 1982માં કેરળના ઉત્તર પરવૂરમાં થયેલી પેટા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. એ પછી 1998માં 16 વિધાનસભામાં અને 1994માં 46 લોકસભામાં કરવામાં આવ્યો. 2004માં લોકસભાની ચૂંટણીથી ફુલફલેજ બધી બેઠકો પર EVMનો ઉપયોગ શરૂ થયો.

ભારત ઇલેકટ્રોનિક્સ બેંગલુરુ,ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હૈદ્રાબાદ અને ભારતનું ચૂંટણી પંચ આ ત્રણ ભેગા થઇને EVM બનાવે છે.

2014માં VVPTનો ઉપયોગ શરૂ થયો, પરંતુ હજુ સંપૂર્ણ રીતે લાગૂ થયો નથી.

error: Content is protected !!
%d bloggers like this: