fbpx

ખેડુતોને કામના સમાચાર- ગુજરાત હાઇકોર્ટે GPCBને 20 લાખનો દંડ ફટકાર્યો

Spread the love

ખેડુતો માટે કામના સમાચાર સામે આવ્યા છે.ગુજરાતની એક કંપનીએ ઝેરી પાણી છોડવાને કારણે ખેડુતોની જમીન અને પાકને ભારે નુકશાન થયું હતું. ખેડુતોએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખટાવ્યા હતા. હાઇકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ( GPCB)ને ખેડુતોને 20 લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે. તમે પણ જો તમારી જમીન પ્રદુષણને કારણે ખરાબ થઇ હોય તો કોર્ટમાં જઇને વળતર મેળવી શકો છો.

દેવભૂમિ દ્રારકામાં રોહિત સરફેકટન્સ પ્રા. લિ. (RSPL) કંપની આવેલી છે જેણે સોડાએશનો પ્લાન્ટ ઉભો કર્યો હતો. પ્લાન્ટનું જોખમી અને કેમિકલયુક્ત પાણી સીધું દરિયાઇ પટ્ટી અને આસપાસની જમીનોમાં છોડવામાં આવતું હતું, જેને કારણે ખેડુતોની જમીન ખરાબ થઇ ગઇ હતી અને પાકને નુકશાન થયું હતું. ખેડુતોએ અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ સમસ્યાનો ઉકેલ નહોતો આવ્યો.

ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે કે GPCBના ચેરમેન એક તપાસ સમિતિ બનાવે અને જે અધિકારીની બેદરકારી સામે આવે તેના ગજવામાંથી 20 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવે.

error: Content is protected !!
%d bloggers like this: