fbpx

 પ્રાંતિજ સ્કુલ પાસેજ કુડી નુ ઢાંકણુ ખુલ્લુ

Spread the love

 પ્રાંતિજ સ્કુલ પાસેજ કુડી નુ ઢાંકણુ ખુલ્લુ
– પાલિકામા રજુઆત બાદ પણ જૈસે થેની સ્થિતિ
– ૧૦૦૦ થી વધારે બાળકો અવરજવર કરે છે
– ૧૫ ફુટ ઉડી કુડી આવેલ છે
– અગાઉ એક બાળક પડયુ હોવાનુ સામે આવ્યુ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્કુલ પાસે છેલ્લા ચાર મહિનાથી ગટરની કુંડી નું ઢાંકણુ ખુલ્લુ પડયુ છે તો પ્રાંતિજ પાલિકા મા અનેક વાર રજુઆતો બાદ પણ હાલ તો જૈસે થેની સ્થિતી જોવા મળી રહી છે


   પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ અવરઓન ઇગ્લીશ મેડીયમ સ્કૂલ આગળ રોડ ને અડીને છેલ્લા ચાર મહિનાથી ગટરની કુડી નું ઢાંકણુ ખુલ્લુ હોય અને કુડી ૧૦ થી ૧૫ ફુટ ઉડી હોય તેને રીપેરીંગ કરવા માટે અનેકવાર પ્રાંતિજ પાલિકામા રજુઆતો બાદપણ જવાબદાર પાલિકા દ્રારા કોઈ જ કાર્યવાહી કરવામા આવી નથી તો અહી સ્કુલો  આવેલ હોય ૧૦૦૦ થી પણ વધારે બાળકો સ્કુલ મા આવતા હોય છે ત્યારે સુત્રો દ્રારા જાણવા મલ્યુ છેકે એક બાળક આ ખુલ્લી કુડી મા પડયુ હતુ પણ તેને તાત્કાલિક બહાર કાઢી લેવામા આવ્યુ હતુ અને ત્યારબાદ પણ પાલિકા મા રજુઆતો કરવા છતાંય હજુએ ખુલ્લી કુડી ખુલ્લી જ છે ત્યારે હાલતો આ કુડી ઉપર એક સુકી ઝાળી ની ડાળખી મુકી દેવામા આવી છે અને હાલતો ડાળખી દ્રારા અવરજવર કરતા લોકો ને સાવધાન કરેછે ત્યારે પ્રાંતિજ પાલિકા મા રજુઆત બાદ પણ કુડીનુ રીપેરીંગ કામ કરવામા ના આવતા આજુબાજુમા રહેતા રહીશો તથા રોડ ઉપર થી અવરજવર કરતા વાહન ચાલકો સહિત લોકોમા પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવુએ રહ્યુ કે આ ખુલ્લી ગટર ની કુડીને ક્યારે ન્યાય મળશે એ તો હવે જોવુ રહ્યુ

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: