fbpx

જીવિત પતિને મૃત બતાવી 10 વર્ષથી વિધવા પેન્શન લઈ રહી હતી પત્ની, આવી રીતે ખબર…

Spread the love

મધ્ય પ્રદેશના સાગરથી ફ્રોડની એક ઘટના સામે આવી છે જ્યાં એક મહિલા પોતાના જીવતા પતિને મરેલો બતાવીને વિધવા પેન્શન લઈ રહી હતી. સાથે જ મહિલાએ BPL કાર્ડ પણ બનાવી રાખ્યો હતો જેનાથી તે રાશન લઇ રહી હતી. તેનો ખુલાસો પોતે તેના પતિએ કર્યો છે. પતિને જેવો જ આ ફોર્ડની બાબતે જાણકારી મળી તેણે પત્ની વિરુદ્વ ફરિયાદ કરી દીધી. પોલીસે કેટલીક કલમો હેઠળ કેસ દાખલ કરીને મહિલાની ધરપકડ કરીને જેલ ભેગી કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મહિલા પતિને કાગળો પર મરેલો દેખાડીને છેલ્લા 10 વર્ષથી વિધવા પેન્શન લઈ રહી હતી.

પોલીસે જણાવ્યું હતું કે કેશવગંજ વોર્ડની રહેવાસી આરોપી મહિલાના લગ્ન વર્ષ 2001મા અશોકનગરના રહેવાસી મોહમ્મદ અખ્તર રાઇન ખાન સાથે થયા હતા. લગ્ન બાદ મોહમ્મદ અખ્તર રાઇન સાગરમાં રહેતો હતો અને પારિવારિક વિવાદના કારણે તે અશોકનગર જતો રહ્યો હતો. વર્ષ 2017મા મોહમ્મદ અખ્તર રાઇને અશોકનગરમાં પત્ની શમીમ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મોહમ્મદ અખ્તર રાઇમે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે પત્ની શમીમ નકલી દસ્તાવેજ બનાવીને શાસનની યોજનાઓનો લાભ લઈ રહી છે.

તપાસ માટે અરજી ગોપાલગંજ પોલીસ સ્ટેશન સાગર મોકલી આપવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા શમીમ વિરુદ્ધ છેતરપિંડી સહિત અન્ય કલમોમાં કેસ દાખલ કર્યા હતા. તપાસ અધિકારી સંગીતા સિંહે જણાવ્યું કે આ કેસ વર્ષ 2017નો છે. મોહમ્મદ અખ્તર રાઇને એક ફરિયાદ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ગોપાલગંજમાં તેની પત્નીએ એક ID કાર્ડ બનાવ્યો છે જેમાં તેણે પોતાના પતિને મરેલો બનાવ્યો છે અને તેનાથી વિધવા પેન્શન અને BPL કાર્ડથી રાશન લઈ રહી છે. કેસ દાખલ થયા બાદ તેની વિવેચના કરવામાં આવી હતી.

તસવીરથી જ વેરિફિશન થયું કે મહિલાનો પતિ જીવતો છે. મોહમ્મદ અખ્તર રાઇન પોતાનું નામ અનિશ પણ લખે છે. આ કેસ કલમ 420 હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. પછી તેના ડોક્યૂમેન્ટના આધાર પર કલમ 467, 468 સરકારી દસ્તાવેજને નકલી રીતે તૈયાર કરવાના સંબંધમાં કલમ વધારવામાં આવી છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી જ્યાંથી તેને જેલ મોકલી આપવામાં આવી છે.

error: Content is protected !!
%d bloggers like this: