fbpx

7961 કરોડ રૂપિયાની 2000ની નોટ હજુ જમા નથી થઈ, RBIનું નવું અપડેટ જાણી લો

Spread the love

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)નું 2000ની નોટ પર એક નવું અપડેટ સામે આવ્યું છે જે તમને કામ લાગી શકે છે. RBIએ કહ્યું છે કે હજુ પણ જો તમારી પાસે 2000ની નોટ પડી હોય તો RBIની 19 બ્રાન્ચમાં જઇને જમા કરાવી શકો છો.

19 મે 2023ના દિવસે RBIએ 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ લોકોને નોટ બેંકોમાં જમા કરાવવા માટે ઓકટોબર મહિના સુધીનો સમય આપ્યો હતો. અત્યાર સુધીમાં બેંકોમાં 2000ની 97.76 ટકા નોટ જમા થઇ ગઇ છે, પરંતુ હજુ પણ 7961 કરોડ રૂપિયાની રકમ જમા થઇ નથી.

RBIએ કહ્યું છે કે, અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચૈન્નઇ, ગૌહાટી, હૈદ્રાબાદ, જયપુર, જ્મ્મૂ, કાનપુર, કોલકાત્તા, લખનૌ, મુંબઇ, નાગપુર, દિલ્હી, પટના અને તિરુંવતપૂરમમાં RBIની બ્રાન્ચમાં જઇને તમારી પાસે પડેલી 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકશો.

error: Content is protected !!
%d bloggers like this: