fbpx

સામ પિત્રોડાએ અમેરિકાના એક એવા ટેક્સની વાત કરી જેમાં કોંગ્રેસ ભેરવાઇ ગઇ

Spread the love

દેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણી ઢંઢેરામાં સંપત્તિની વ્હેંચણીનો કોંગ્રેસે વાયદો કરેલો છે તેના પર ભાજપ હાવી થયેલો છે. એ દરમિયાન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના એક નિવેદને ભારતના રાજકારણમાં ભડકો કરી દીધો છે.

સામ પિત્રોડાએ અમેરિકામાં નિવદેન આપ્યું કે અમેરિકામાં ઇનહેરીટન ટેક્સ લાગે છે. જેમાં વ્યક્તિના મૃત્યુ પછી 45 ટકા સંપત્તિ વારસાદરોને અને 55 ટકા સંપત્તિ સરકાર લઇ લે છે. આવો કાયદો ભારતમાં નથી. પિત્રોડાને નિવેદને કારણે ભારે હોબાળો મચી ગયો તો કોંગ્રેસે ચોખવટ કરી કે એ પિત્રોડાનું વ્યક્તિગત નિવેદન છે, કોંગ્રેસને એની સાથે કોઇ લેવા દેવા નથી.

અમેરિકાના 6 રાજ્યો આયોવા, કેંટકી, મેરીલેન્ડ,નેબ્રાસ્કા, ન્યૂજર્સી, પેન્સિલવેનિયામાં લાગૂ છે.

રાહુલ ગાંધીએ તાજેતરમાં હૈદ્રાબાદમાં કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો સંસ્થાગત અને આર્થિક સર્વે કરાવશે અને કોની પાસે કેટલી સંપત્તિ છે તે તપાસ કરીને નવી વ્હેંચણી કરાશે.

error: Content is protected !!
%d bloggers like this: