fbpx

શું અદાણીની કંપનીમાં વિદેશી રોકાણના નિયમોનું ઉલ્લંઘન થયું છે? સેબીએ શું કહ્યુ

Spread the love

ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને સેબીએ મોટો ઝટકો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મની કંટ્રોલ અને ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ સેબીને તપાસમાં જાણવા મળ્યું કે અદાણીની કંપનીઓમાં રોકાણ કરવામાં આવેલા 12 જેટલો ઓફશોર ફંડસે સેબીના ડિસ્કલોઝર નિયમો અને રોકાણની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે.

આ વર્ષની શરૂઆતમાં સેબીએ અદાણી ગ્રુપના 12 ઓફશોર ઇન્વેસ્ટર્સને નોટીસ મોકલી છે અને સ્પષ્ટતા કરવા કહ્યું છે. અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણની જાણકારી આ ઓફશોર ફંડસ વ્યક્તિગત રીતે આપી રહ્યા છે, પરંતુ સેબીએ કહ્યું હતું કે, વ્યક્તિગત નહીં ચાલશે. ઓફશોર ફંડ ગ્રુપ તરીકે જ જાણકારી આપવી પડશે.

8 ઓફશોર ફંડસે સેબીને લેખિતમાં કહ્યું છે કે, તેઓ દંડ ભરવા તૈયાર છે, પરંતુ તેમની સામે કોઇ ગુનાકીય કાર્યવાહી કરવામાં ન આવે.

error: Content is protected !!
%d bloggers like this: