fbpx

ગુજરાતમાં મતદાન કેન્દ્ર એવું છે જ્યાં એક જ મતદાર છે, છતા વોટિંગ થાય છે

Spread the love

ભારતએ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને એક પણ નાગરિક મતથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખવું પડે છે. ગુજરાતમાં એવા 11 સ્થળો છે જ્યાં ઓછા મતદારો હોય, ટાપુ પર રહેતા કે જંગલમાં રહેતા હોય ચૂંટણી પંચના સ્ટાફે બધા સરસામાન લઇને જવું પડે છે.

ગીર સોમનાથ જિલ્લામાં આવેલું એક મતદાન મથક છે જેનું નામ છે બાણેજ. તમને જાણીને નવાઇ લાગશે કે અહીં માત્ર એક જ વ્યકિત રહે છે અને તેમના મત માટે આખું બુથ બનાવવામાં આવે છે. બાણેજમાં શિવ ભગવાન મંદિરના પુજારી મહંત હરિદાસ ઉદાસીન રહે છે. ચૂંટણી વખતે સ્ટાફ મંદિર પાસે આવેલા ફોરેસ્ટની ઓફિસમાં બુથ બનાવે છે અને તેમનો મત લેવામાં આવે છે.

error: Content is protected !!
%d bloggers like this: