fbpx

સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા નો પત્રકારો સાથે સંવાદ યોજાયો: 

Spread the love

સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા નો પત્રકારો સાથે સંવાદ યોજાયો: 

વિકાસ યાત્રાને આગળ ધપાવવા મીડિયાનું યોગદાન ખૂબ મહત્વનું છે: શોભનાબેન બારૈયા

 કાનડા તાલુકા પંચાયત બેઠક ઉપરથી અપક્ષ ચૂંટાયેલા ધારા પટેલ ભાજપમાં જોડાયા:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનમાં પ્રજા કલ્યાણના અસંખ્ય વિકાસ કાર્યો હાથ ધરાયા છે. આ વિકાસ યાત્રા આગળ ધપાવવા અને વિકસિત ભારતના નિર્માણ માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવું જરૂરી હોવાનું જણાવી સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ મોદી શાસનના છેલ્લા 10 વર્ષના કાર્યો-સિધ્ધિઓની વિગતો આપતાં હિંમતનગરમાં પત્રકારો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા થયેલ કાર્યો અને સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં મીડિયા નું મહત્વનું યોગદાન છે

સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર માટે આગામી તારીખ 1 લી મે 24 ને ગુજરાત સ્થાપના દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિંમતનગરના ગઢોડા આમોદરા રોડ ઉપરના વિશાળ મેદાનમાં જંગી જાહેર સભાને સંબોધન કરવાના છે. અને તેના માટે જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે, ત્યારે સાબરકાંઠાના લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ સોમવાર ના રોજ હિંમતનગરની એક ખાનગી હોટલમાં 

જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના, ધારાસભ્ય વી. ડી. ઝાલા,  જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં મીડિયા કર્મીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષના શાસનની સિદ્ધિઓ, પ્રજા કલ્યાણના હાથ ધરાયેલા વિકાસ કાર્યો સહિત , વિકાસ યાત્રાને આગળ ધપાવવા મીડિયાના મિત્રો પણ સહયોગ કરે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે હિંમતનગર તાલુકાના કાનડા તાલુકા પંચાયત બેઠક ઉપરથી સદસ્ય તરીકે અપક્ષ ચુંટાયેલા ધારા પટેલ દેશના પ્રધાનમંત્રી ના કામોથી પ્રેરાઈને ભાજપમાં પ્રવેશ કર્યો હતો

5 સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે ,ભાજપ સરકારે મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનું કાર્ય કર્યું છે. દરેક ક્ષેત્રમાં લોકકલ્યાણના કાર્ય હાથ ધરાયા છે. હું જીતીશ તો આ લોક કલ્યાણના કાર્યો આગળ ધપાવીશ તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શોભનાબેનને વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની સરકારે સુરક્ષા સાથે દેશને સમૃદ્ધ બનાવ્યો. અર્થતંત્રને 11 માં નંબર પરથી 5 નંબરે લઈ ગયા અને હજુ વિકાસ યાત્રા અવિરત રહે, અને 2047માં વિકસિત ભારતના નિર્માણ માટે અને દેશ સુરક્ષિત રહે તે માટે ગુજરાતની તમામ 26 એ 26 સીટો પ્રધાન મંત્રી ની ઝોળીમાં આપવા મતદારોને આહવાન કર્યું હતુ.

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: